ટેલીવૂડ સ્ટાર્સની સોસાયટી કરાઈ સીલ, એક વ્યક્તિ નીકળ્યો કોરોના પોઝિટિવ

  • April 07, 2020 09:39 AM 624 views


કોરોના વાયરસ દેશમાં સતત પગ જમાવી રહ્યો છે અને દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સ્થિતિ હવે કાબૂ બહાર જતી હોય તેવું લાગી રહ્યું છે જેથી સરકાર હવે વધુને વધુ કડક પગલાં ભરી રહી છે. હવે સરકારે ટીવી અભિનેત્રીના આખા એપાર્ટમેન્ટને સીલ કરી દીધું છે.

 

અહેવાલો અનુસાર ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેના પાડોશીને કોરોના પોઝીટીવ આવતાં સરકારે અભિનેત્રીની આખી બિલ્ડિંગને મુંબઈ બીએમસી અને પોલીસે સીલ કરી દીધી છે. 
અહેવાલો અનુસાર એપાર્ટમેન્ટમાં અભિનેત્રી અંકિતા લોખંડે રહેતી હતી ત્યાં તેની બાજુમાં એક વ્યકિતને કોરોના પોઝીટીવ આવ્યો હતો જેના કારણે તંત્રએ આખી બિલ્ડિંગને સીલ કરવાનો નિર્ણય લીધો હતો. આ બિલ્ડિંગમાં મોટી મોટી હસ્તીઓ રહે છે જેમાં અશિતા ધવન, નતાશા શર્મા, મિશ્કત વર્મા સહિતનાનો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application