માલદીવમાં રિયા કપૂરનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, સોશ્યિલ મીડિયા પર હનીમૂનની તસવીરો કરી શેર   

  • September 11, 2021 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનિલ કપૂરની પુત્રી રિયા કપૂરના લગ્ન હમણાં થોડા દિવસો પહેલા જ થયા. હવે લગ્ન બાદ તે પતિ કરણ બુલાની સાથે હનીમૂન માણી રહી છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો જોયા મળ્યા છે. બહેનના વીડિયો જોઈ સોનમ કપૂરે પણ કોમેન્ટ કરી છે. 

 

માલદીવમાંથી રિયા અને કરણ બુલાનીએ કેટલીક ખૂબ જ રોમેન્ટિક તસવીરો શેર કરી છે, જેના પર તેમના મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે. તસવીરોમાં રિયા પતિ કરણ સાથે ખૂબ જ મસ્ત અને ખુશ દેખાય છે. સોશ્યિલ મીડિયા પર પોસ્ટ થયેલી એક તસવીરમાં, બંને યોટ પર સમુદ્રનો સુંદર નજારો માણી રહ્યા છે. 

 

હનીમૂનની તસવીરો શેર કરતી વખતે, કરણે કેપ્શનમાં લખ્યું, 'સમુદ્રની પાર. સોનમ કપૂરે કોમેન્ટમાં લખ્યું - હું તમને બંનેને મિસ કરી રહી છું. પૂલમાં રિયાની જબરદસ્ત સ્ટાઇલથી સ્વિમિંગ કરતી જોવા મળે છે. આ તસવીર પોસ્ટ કરતા તેને એક માસ્ટ કેપસન પણ લખ્યું છે. તેણે લખ્યું, 'બાળકોને નાનાના ઘરે છોડીને'. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS