અનિલ કપૂરના બોલિવૂડમાં 38 વર્ષ, વો સાત દિનથી ફિલ્મી કારર્કિદી કરી હતી શરુ

  • June 26, 2021 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્દી સિનેમામાં તાજેતરમાં જ અભિનેતા અનિલ કપૂરે 38 વર્ષ પુરા કર્યા છે. આજે પણ  તે ફિલ્મ ઉદ્યોગના ઊર્જાસભર અભિનેતા તરીકે જાણીતા છે. અનિલ કપૂરે ફિલ્મ 'વો સાત દિન' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મથી અનિલ કપૂરના યુગની શરૂઆત થઈ હતી. આ ફિલ્મ 23 જૂન 1983 માં રિલીઝ થઈ હતી.

 

પ્રણય ત્રિકોણ દર્શાવતી આ ફિલ્મમાં અનિલ કપૂરે પ્રામાણિક અને નિર્દોષ અભિનયથી લોકોનું દિલ જીતી લીધું હતું. આ ફિલ્મમાં પદ્મિની કોલ્હાપુરે અને નસીરુદ્દીન શાહ મુખ્ય ભૂમિકામાં હતા. ઈંડસ્ટ્રીમાં 38 વર્ષ પૂર્ણ થયા તે માટે અનિલ કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, 'આજે 38 વર્ષ થઈ ગયા છે, આ 38 વર્ષોમાં તમે બધા મને સફળતાના શિખર સુધી પહોંચાડી દીધો છે. આગામી 38 વર્ષ સુધી મને તમારો પ્રેમ આપતા રહો. હું મારી સખત મહેનત અને તમારા પ્રેમથી આ શિખર પર ટકી રહેવાનો પ્રયત્ન કરીશ. આભાર!'

 

ફિલ્મ ઉદ્યોગમાં 38 વર્ષ પૂરા થયા પછી પણ અનિલ કપૂરે હજી પણ તેનો  જાદુ, ઊર્જા, અભિનય જાળવી રાખ્યા છે. આ સમય દરમિયાન તેમણે મિસ્ટર ઈન્ડિયા, તેઝાબ, રામ લખન, લમ્હે જેવી ઘણી મોટી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને તેનો જાદુ આજે પણ યથાવત છે.

 

સુપરસ્ટાર અનિલ કપૂર છેલ્લે ક્રિટીક્સ દ્વારા વખાણાયેલી ફિલ્મ એક વર્સેસ એકેમાં જોવા મળ્યો હતો. હવે આ પાવરહાઉસ અભિનેતા આગામી ફિલ્મ 'જુગ જુગ જીયો'માં એક મહત્વપૂર્ણ રોલમાં જોવા મળશે. આ સાથે જ તે કરણ જોહરના મોસ્ટ અવેટેડ પીરિયડ ડ્રામા 'તખ્ત'માં પણ જોવા મળશે અને સંદીપ રેડ્ડી વાંગાની 'એનિમલ' ફિલ્મમાં પણ જોવા મળશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS