BREAKING NEWS

ખીજે ભરાયેલા ખંભાળિયાના ખેડુતે ફુલોની ખેતી કચડી નાખી..!

  • April 08, 2026 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખીજે ભરાયેલા ખંભાળિયાના ખેડુતે ફુલોની ખેતી કચડી નાખી!


ખંભાળિયા પંથકમાં આ વર્ષે ખેડૂતોએ વિવિધ પ્રકારના ફૂલોનું વાવેતર કર્યું છે. પરંતુ તેઓને પૂરતા ભાવ ન મળતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વચ્ચે રામનગર વિસ્તારમાં એક ખેડૂતે પોતાના ફૂલોના પાકમાં રોટાવેટર ફેરવી દીધાનું સામે આવ્યું છે.


ખંભાળિયા નજીક આવેલા રામનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ મૂળજીભાઈ કણજારીયા નામના એક ખેડૂતે પોતાના ખેતરમાં ગલગોટાના ફૂલોનું વાવેતર કર્યું હતું અને તેમને વિપુલ પ્રમાણમાં પાક પણ ઉત્પન્ન થયો હતો. આ વચ્ચે ફૂલોના ભાવની ગગડી ગયેલી માર્કેટ વચ્ચે ખેતરમાંથી ફૂલ વીણવાની મજૂરી જેટલા પણ પૈસા ઉપજતા ન હોય, આથી તેમણે ગલગોટાના ફૂલના ઉભા પાકમાં રોટાવેટર મશીન ફેરવી દીધું હતું.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News