ધોરાજીના ફરેણી રોડ પર પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓમાં રોષ

  • March 12, 2021 03:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હજી તો ઉનાળા ની શરૂઆત થઇ રહી છે, ત્યાંજ પીવા ના પાણી ની સમસ્યા સામે આવી રહી છે અને બેડ યુદ્ધ શરુ થઇ ગયું છે, મહિલા ઓ બેડ સરઘસ કાઢી ને સરકાર અને નગરપાલિકા વિરુદ્ધ નારેબાજી શરુ થઇ ગઈ છે, ધોરાજી ના ફરેણી રોડ ઉપર આવેલ સોસાયટી માં પાણી નહિ મળતા મહિલા ઓ એ નગરપાલિકા સામે નારા લગાવ્યા હતા 


ધોરાજી ના ફરેણી રોડ ઉપર આવેલી સોસાયટી માં આજે મહિલા હોય પીવા ના પાણી નહિ મળતા વિફરી હતી અને બેડ સરઘસ કાઢ્યું હતું, અને પાણી ના  ખાલી બેડા સાથે દેખાવ કર્યા હતા, નગરપાલિકા ના આ વિસ્તાર માં પીણાં નું પાણી રોજ અહીં મળતા મહિલા ઓ પોતાનો બળાપો નગરપાલિકા ના સતાધીસો સામે સૂત્રો ચાર કર્યા હતા, મહિલા ઓ એ બેડા પાણી ભરવા ના વાસણો સાથે ખખડાવી ને નગરપાલિકા હાય હાય ના નારા લગાવ્યા હતા, અને પીવા નું પાણી પૂરું પાડવા ની માગ કરી હતી, ધોરાજી ના આ વિસ્તાર માં છેલ્લા એક થી દોઢ મહિના થયા પાણી ની પરિસ્થિતિ વિકટ બની રહી છે, અહીં પીવા ના પાણી ને લઈ ને ખુબજ મોટી સમસ્યા છે અહીં ના લોકો ને એક બેડું પાણી ભરવા માટે દૂર સુધી જવું પડે છે અને પીવા ના પાણી માટે મોટી રઝડ પેટ કરવી પડે છે જેને લઈને મહિલા ઓ હેરાન  છે અને રોષે ભરાયા છે.


ફરેણી રોડ ઉપર આવેલ આ સોસાયટી ઓ માં માત્ર પીવા ના પાણી ની જ સુવિધા નથી પરંતુ આ વિસ્તાર માં તમામ પ્રાથમિક સુવિધા નો અભાવ જોવા મળે છે, સોસાયટી ઓ ના રહીશો દ્વારા નગરપાલિકા ને પૂરતો વેરો ભરવા માં આવે છે આમ છતાં અહીં રોડ રસ્તા નો કોઈ મન નિશાન નથી જયારે સફાઈ ની વાત કરવા માં આવે તો અહીં સફાઈ ની કોઈ કામગીરી થતી નથી અને ઠેક ઠેકાણે ગંદા પાણી ના ખાબોચિયા ભરેલ છે અને જેને લઈ ને અહીં રોગચાળો સામાન્ય બાબત થઇ છે ત્યારે અહીં ના લોકો એ ધોરાજી નગરપાલિકા માં અવારનવાર રજૂઆત કરેલ છે છતાં નગરપાલિકા દ્વારા કોઇ પગલાં લેવાયા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS