6 ક્રિકેટરોને આનંદ મહિંદ્રાએ ગિફ્ટ કરી મહિંદ્રા થાર

  • April 06, 2021 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

મહિંદ્રા એન્ડ મહિંદ્રા કંપનીના ચેરમેન આનંદ મહિંદ્રાએ પોતાનું વચન પૂર્ણ કર્યું છે. ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝમાં જીત મળ્યા બાદ આનંદ મહિંદ્રાએ આ સીરીઝમાં સારું પ્રદર્શન કરનાર 6 ક્રિકેટરોને મહિંદ્રા થાર ગિફ્ટમાં આપી છે. 

 

 

આ ગિફ્ટ મોહમ્મદ સિરાજ, ટી નટરાજન અને શાર્દુલ ઠાકુરને મળી ચુકી છે. આ ખેલાડીઓએ થારની ડિલીવરી મળતાં સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત પણ કરી હતી. 

 

 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 3 ટેસ્ટ મેચની સીરીઝ થઈ હતી. જેમાં ભારતે 2-1થી જીત મેળવી હતી. ટેસ્ટ સીરીઝમાં ટી નટરાજન, શાર્દુલ ઠાકુર, વોશિંગટન સુંદર, મોહમ્મદ સિરાજ, શુભમન ગિલ અને નવદીપ સૈનીએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. જ્યાર બાદ આનંદ મહિંદ્રાએ આ ખેલાડીઓને મહિંદ્રા થાર ગિફ્ટમાં આપવાની વાત કહી હતી. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application