ફેસબુકમાં હથિયાર સાથેનો ફોટો રાખતા કાકા-ભત્રીજાને લોકઅપમાં જવું પડ્યું

  • February 23, 2023 09:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફેસબુકમાં હથિયાર સાથેના ફોટો રાખનાર શખસો સામે પોલીસે અગાઉ પણ ગુના નોંધી કાર્યવાહી કરી છે.છતા લોકો સોશિયલ મીડિયા પર આવા ફોટો અપલોડ કરતા હોય છે.ત્યારે ગોંડલના શખસે ફેસબુક પર હથિયાર સાથેનો ફોટો અપલોડ કરતા આ મામલે ગ્રામ્ય એસઓજીની ટીમે તપાસ હાથ ધરી ફોટો અપલોડ કરનાર આ શખસને શોધી કાઢી તેની સામે તથા તેને હથિયાર આપ્નાર તેના કાકા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જાણવ મળતી વિગતો મુજબ,ગ્રામ્ય એસઓજીના પી.આઇ કે.બી.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ બી.સી.મિયાત્રા તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન ફેસબુકમાં દેવરાજ ગોહિલ નામની આઇડી ધરવાનાર શખસે પોતાની આઇડી પર હથિયાર સાથેનો ફોટો રાખ્યો હોય આ અંગે તપાસ કરી બંદુક સાથે ફોટો રાખનાર આ શખસ ગોંડલના ભગવતપરામાં રહેતા દેવા બચુભાઇ ગોહિલ(ઉ.વ 34)ને ઝડપી લીધો હતો. બાદમાં તેને હથિયાર બાબતે પુછતા તેણે જણાવ્યું હતું કે,ચારેક વર્ષ પૂર્વે શેમળામાં ભત્રીજાના લગ્ન હોય તે સમયે કૌટુંબિક કાકા ભગા દેવાભાઇ પડસારીયાના મકાને ગયા હોય ત્યા તેનું પરવાનાવાળુ હથિયાર લઇ આ ફોટો પડાવ્યો હતો.જેથી પોલીસે પરવાનાવાળુ હથિયાર આપ્નાર શેમળાના ભગા પડસારીયા સામે પણ ગુનો નોંધી તેને પણ ઝડપી લઇ બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ગોંડલ સિટી પોલીસ મથકમાં બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application