રાજકોટ શહેરમાં ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ ઉભી કરાશે

  • March 03, 2021 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણામંત્રી નીતિન પટેલે પોતાના બજેટ પ્રવચનમાં ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે યોજનાઓ જાહેર કરી છે. નીતિનભાઈએ કહ્યું હતું કે, ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉત્પાદન થયેલા ફળો અને શાકભાજીનું સીધું વેચાણ ખેડૂતો શહેરી વિસ્તારમાં કરી શકે તે માટે ઓર્ગેનેક એગ્રિકલ્ચર માર્કેટ ઉભી કરવામાં આવશે. આ પ્રકારની માર્કેટ રાજકોટ શહેર ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સુરતમાં ઉભી કરવા માટે સરકારે આ વર્ષે 20 કરોડ પિયાની જોગવાઈ કરીછે.

 

 

તેમણે કહ્યું હતું કે, ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુકત ખેતી કરતો જિલ્લો બનાવવા માટે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રથમ વર્ષે 10 હજાર પિયા અને બીજા વર્ષે 6 હજાર પિયા આપવામાં આવશે અને આ માટે 32 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે. વધુમાં ખેડૂતોને હવામાન આધારિત સમયસર માર્ગદર્શન મળી રહે તે માટે 1800 ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપ્ના 12 કરોડ રૂપિયાના ખર્ચે કરાશે.

 


તેમણે કહ્યું હતું કે, રોગ જીવાતમાં સર્વે થકી ઉપદ્રવની માહિતી મેળવી તેના નિયંત્રણ માટે રાજ્યના 10 જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનીક 2 કરોડના ખર્ચે ઉભા કરાશે. તેમણે કહ્યું હતું કે બાગાયતી અને ઔષધિય પાકની ખેતી માટે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં 50 હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીનને આધુનિક ટેકનોલોજીથી ઉપજાવ બનાવવા માટે અને રોજગારીનું નિમર્ણિ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપ્નીઓ અને ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે. રાજયના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર(ટબ) વિના મૂલ્યે આપવાની યોજના માટે ા.87 કરોડની જોગવાઇ. ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ ા.10 લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ.82 કરોડની જોગવાઇ. બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ.55 કરોડની જોગવાઇ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS