જાહેરનામાનો ભંગ કરનાર ૪૫ વિરૂદ્ધ ગુનો નોંધાયો

  • July 10, 2020 07:19 PM 334 views

અનલોક ૨ જાહેર થયાની સાથે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે સાથે સાથે પોલીસે જાહેરનામાનો કડક અમલ કરાવવા પણ સૂચના આપવામાં આવી છે ત્યારે પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો અમલ નહીં કરનાર અલગ-અલગ ૪૫ વ્યક્તિઓને જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં માસ્ક પહેર્યા વગર નીકળ્યા હોય તેવા તેમજ રાત્રિના ૧૦ થી ૫:૦૦ થી કહ્યું હોવા છતાં મારવા નિકળેલા લોકો ઉપરાંત એવા વેપારીઓ કે જેમને સમયમર્યાદામાં દુકાન બંધ નહીં કરીને પોલીસને જાહેરનામાનું ઉલ્લંઘન કર્યું હોય તેના વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે.


પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ની સૂચનાથી શહેરના તમામ પોલીસ ડિવિઝનના પીઆઈ પીએસઆઈ તેમજ સ્ટાફને જાહેરનામાનો કડક અમલ થાય તેની સૂચના આપવામાં આવ્યું હોય ત્યારે પોલીસે જાહેરનામા નો કડક અમલ કરાવવા માટે વાહન ચેકિંગ તેમજ મોડી રાત્રે દસ વાગ્યા બાદ કર્ફ્યુ ના ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી પોલીસે અલગ-અલગ ૪૫ લોકો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે જેમાં કેટલાક વેપારીઓ સામે પણ ગુનો નોંધાયો છે કે તેમણે કોરોના જેવા રોગનો ચેપ ફેલાવાનો ભય હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન નહી કરી ને ટોળા ભેગા કર્યા હોય તેમજ સમય મર્યાદામાં દુકાન બંધ નહીં કરી હોય તેના સામે પણ પોલીસે કાર્યવાહી કરી છે તેમ જ જાહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી સાથે સાથે એવા રિક્ષાચાલકો કે જેમણે બે મુસાફરો ના નિયમ નો ભંગ કરીને વધારે મુસાફરો બેસાડ્યા હોય તેમ જ મોટર સાયકલ પર ડબલ સવારીમાં ના બદલે ત્રિપલ સવારી લોકો રસ્તા ઉપર નીકળ્યા હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application