રાત્રિ કર્ફ્યુને લઈને સરકારનો મહત્વનો નિર્ણય, ક્લિક કરીને વાંચો નવો નિયમ

  • May 26, 2021 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાત્રિ કર્ફ્યુને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. આવતી કાલથી રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 8 કલાકથી નહીં પરંતુ રાત્રે 9 કલાકથી શરુ થશે. કર્ફ્યુના સમયમાં એક કલાકની છૂટ આપવામાં આવી છે. આવતી કાલથી રાજ્યમાં કર્ફ્યુ રાત્રે 9 કલાકથી 6 કલાક સુધી રહેશે. આ સત્તાવાર જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી છે. 

 

આજે રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકની છૂટ સરકારે આપી છે તેવામાં લાગી રહ્યું છે કે કોરોનાના ઘટતા કેસને લઈ સરકાર નિયમો હળવા કરી રહી છે. આવતી કાલે એટલે કે 28 મેના રોજ સરકારે જાહેર કરેલી નવી ગાઈડલાઈનની મુદત પૂર્ણ થાય છે ત્યારે રાત્રિ કર્ફ્યુને લઈને આજે જાહેરાત કરવામાં આવી હતી. 

 

આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાઉતે વાવાઝોડા મામલે પત્રકાર પરીષદ સંબોધી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે સરકારે યુદ્ધના ધોરણે 6 દિવસ કામ કર્યું છે. રાજ્યના તમામ રસ્તા શરુ કરી દેવાયા છે, વિજ પુરવઠો પણ રીસ્ટોર કરવામાં આવ્યો છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS