ઇન્ડિયન એરફોર્સના એકમાત્ર પરમવીર ચક્ર વિજેતા નિર્મલજીતસિંહ શેખો, લોકો વિસરી ગયા છે આ હીરોને

  • June 27, 2020 12:10 PM 531 views

 

જે સમયે નિર્મલજીત સિંહને વીરગતિ પ્રાપ્ત થઈ ત્યારે તેમની ઉંમર માત્ર 28 વર્ષની હતી. તેના થોડા મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા, નિર્મલજીત્ત સિંહની આ વીરતાના કારણે તેમને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

નિર્મલ પોતાના પિતાથી ઘણા બધા પ્રભાવિત હતા અને તેથી તેઓ એરફોર્સમાં જઈ અને દેશની સેવા કરવાનો સ્વપ્ન સેવ્યું હતું પરંતુ તે ઉંમરે તેઓ ખૂબ નાના હતા.

 

પાકિસ્તાની એરફોર્સ તરફથી મોકલવામાં આવેલા વધારે વિમાનના કારણે તેમણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો તેમનો વિમાન જમ્મુ-કાશ્મીરના વડગામમાં ધ્વસ્ત થઈ ગયું હતું ,તેમની આ શહાદત વિશે પાકિસ્તાની એરફોર્સના રિટાયડ એર કોમોડોર કેસર તુફેલે પોતાની પુસ્તક ગ્રેટ એર બેટલ્સ ઓફ પાકિસ્તાનમાં લખ્યું છે.

 

16 ડિસેમ્બર 1971માં ભારતીય સૈનિકોએ પોતાનું અદમ્ય સાહસ કરી અને પાકિસ્તાનને પરાજિત કરી દીધું હતું, આ યુદ્ધમાં ઘણા સૈનિકોએ પોતાના જીવની આહુતિ આપી હતી અને લગભગ 46 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ તે સૈનિકોની શહાદતને દેશ હજુ પણ યાદ કરે છે.

 

આ યુદ્ધમાં ઇન્ડિયન એરફોર્સના પહેલા એક માત્ર પરમવીર ચક્ર વિજેતા નિર્મલસિંહને પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, આજે અહીં તેમની સત્ય ઘટના વિશે તમને જણાવી રહ્યા છીએ કે તેઓ ઇન્ડિયન એરફોર્સના એક અસલી હીરો અને સિતારા રહી ચૂક્યા છે.

 

પંજાબના લુધિયાણા જિલ્લામાં સેવાલિયા ગામ માંની રણજીત સિંહનો જન્મ 17 જુલાઈ 1943ના રોજ થયો હતો, તેમના પિતા ત્રિલોચન સિંહ ઇન્ડિયન એરપોર્ટ ફ્લાઇટ લેફ્ટએનન્ટ હતા, નિર્મલ પોતાના પિતાથી ઘણા પ્રભાવિત હતા.

 

જેથી તેમણે પણ એરફોર્સ માટે તૈયારીઓ શરૂ કરી હતી તેમની મહેનત રંગ લાવી અને ૪ જુલાઇ 1967માં તેમણે એરફોર્સમાં ફ્લાઈંગ ઓફિસરની જવાબદારી હાંસિલ કરી હતી.

 

૧૯૭૧માં ભારત પાકિસ્તાન વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું પાકિસ્તાન એરફોર્સે ભારતના એરપોર્ટ કેમ્પો પર હુમલો કરવાની યોજના ઘડી હતી, અમૃતસર, પઠાણકોટ અને શ્રીનગર જેવા એરપોર્ટ સ્ટેશન પર હુમલો કરવાની પાકિસ્તાનની યોજના હતી શ્રીનગરમાં શીખો ફરજમાં હતા.

 

18મી સ્ક્રેદનની જવાબદારી સાંભળી રહ્યા હતા, તેમને સિનિયર મિત્ર ગુમાન સાથે ફાઈટર પ્લેનને ઉગાડવાની જવાબદારી મળી હતી, ગુમાને શેખોના ફાઈટર એરક્રાફ્ટ ઉડાવવાની તાલીમ આપી હતી, અને તેના પ્રત્યે લાગણી થઇ હતી ત્યારબાદ શેખોને દરેક કવ્યક્તિ ભાઈના નામથી ઓળખતા થયા હતા.

 

14 ડિસેમ્બરની સવારે પાકિસ્તાની એરપોર્ટના છ એપ્સ ભારતના શ્રીનગર એરપોર્ટ કેમ્પને નિશાન બનાવવા માટે પેશાવરમાં ઉડાન ભરી ચૂક્યા હતા, પાકિસ્તાન તરફથી વિંગ કમાન્ડર અને ફ્લાઈટ લેફ્ટનન્ટ સહિતના લોકોએ હુમલો કરવા માટે આગળ વધી રહ્યા હતા, ત્યારે ધુમ્મસનો ફાયદો ઉઠાવી અને વિમાન ભારતીય સીમાને પાર કરી અને અંદર દાખલ કરી ચૂક્યા હતા, આ વિમાનોના કારણે કોઈને તેના વિશે ખબર પડી ન હતી.

 

દેખો એ જ્યારે પણ ઉડાન ભરી ત્યારે તેણે જોયું કે તેની પાછળ પાકિસ્તાની પ્લેન પણ આગળ વધી રહ્યા છે, અને પાકિસ્તાની વિંગ કમાન્ડર ચંગેજીએ ભારતીય એરબેઝ પર હુમલો કરવાનો આદેશ કર્યો,થોડીવારમાં શેખોનું ધ્યાન ન હતું અને પાકિસ્તાની વાયુ સૈનિકોએ તેમના પર હુમલો કરી દીધો હતો. જેથી તેઓ પ્રગતિને પ્રાપ્ત થયા અને તેમની ઉંમર આ સમયે માત્ર 28 વર્ષ જ હતી. આમ શીખો એકમાત્ર એવા એરફોર્સ વીર હતા કે તેમને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા છે દેશના અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application