૧૩ કલાક, ૪૦ મોત

  • May 01, 2021 11:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કો–મોરબીડ દર્દીઓના મૃત્યુની સંખ્યામાં ચિંતાજનક વધારો: વન વિભાગે લાકડાઓ માટે ગોડાઉન ખુલ્લા મુકયા

 શુક્રવારે સરકારી યાદી મુજબ ચોવીસ કલાકમાં ભાવનગર શહેરમાં પાંચ અને જિલ્લામાં પાંચ મળી ૧૦ના કોરોનાથી મોત થયા છે. કો–મોરબીડ દર્દીઓના મૃત્યુની સંખ્યા આથી ખૂબ મોટી છે અને ગઈકાલ સાંજ સુધીનો આ આંકડો ૫૩થી ઉપર રહ્યો છે. એક તરફ સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે તો બીજી તરફ માત્ર કલાકોના સમયમાં જ મૃત્યુ થવાની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. ગઈકાલ રાત્રે ૮થી આજે સવારે ૯ સુધીમાં વધુ ૪૦ના મૃત્યુ થયાનુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

 


આજે સવારે નવ વાગ્યા આસપાસ ગોરડ સ્મશાનમાં એકસાથે ૧૦ ચિતાઓ પર મૃતદેહોના અિસંસ્કાર થઈ રહ્યા હતા તો આ જ સમયે ૩૦ જેટલા મૃતદેહ વિવિધ સ્મશાનોમાં અંતિમ વિધી માટે જવા હોસ્પિટલમાંથી નિકળી રહ્યા હતા. આ આંકડો તો માત્ર એક હોસ્પિટલનો છે આ સિવાયની ખાનગી હોસ્પિટલોમાં મૃત્યુ પામનારની વિગતો તો જૂદી જ! સ્મશાન જેવા જ હાલ કબ્રસ્તાનના છે અને સામાન્ય સંજોગોમાં થતી દફનવિધી કરતા દરરોજ ડબલ મૃતદેહોની દફનવિધી થઈ રહી છે.

 


તત્રં અને સરકાર આ મહામારી સામે ઝઝૂમી રહી છે પરંતુ કોરોનાનો ભરડો વધુ મજબૂત થતો જાય છે. આ સંજોગોમાં વૃદ્ધો કે જેમને અન્ય બિમારી છે તેમણે કાળજી લેવી ખૂબ જરૂરી છે. ઉલ્લેખનિય છે કે મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાકડાઓની જરૂરિયાત ખૂબ વધી છે ત્યારે વન વિભાગ દ્રારા વહિવટી તંત્રને લાકડા ઉપાડવા માટે ગોડાઉનો ખુલ્લા મુકી દેવાયા છે. આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાએ પણ સુકા ઝાડો કાપવાની શરૂઆત કરી દીધી છે.

 

 

લોકોના આંખે પાટા બાંધવા ડિસ્ચાર્જના નામે આંકડાઓનો ખેલ બધં કરો
ભાવનગરમાં કોરોના ડેથનો આંકડો ૧૪૧ થયો છે. આ સત્તાવાર આંકડો છે યારે છેલ્લા ૭૨ કલાકમાં કોરોના સંક્રમિત દર્દીઓનાં મૃત્યુ અને જેમને કોવીડ ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરાયા તે વાસ્તવિકતા જોઈએ તો આ મૃત્યુ આકં ખૂબ મોટો છે. આ દર્દીઓ હોસ્પિટલના બિછાનેથી અથવા સારવારમાંથી ઓછા થયા તેથી તેને આંકડા સ્વરૂપે તો બાદ કરવા જ રહ્યા. આ બાદબાકી માટે ડિસ્ચાર્જની સંખ્યાનો સહારો લેવાયો હોવાનો વધુ એકવાર આંકડાઓ જોતા જણાઈ રહ્યુ છે.

 

 

ગઈકાલે રાય સરકારની યાદીમાં ભાવનગર જિલ્લામાં કોરોના મુકત થયેલ દર્દીઓની સંખ્યા પંચાવન હતી યારે સ્થાનિક યાદી મુજબ ૧૭૬ જેટલો મોટો આંકડો કોરોના મુકત દર્દીઓનો દેખાડાયો છે!! રાય સરકાર અને સ્થાનિક યાદીમાં તફાવતમાંના આ ૧૨૧ દર્દીઓ સાચે કોરોના મુકત થયા તો રાય સરકારને જાણ નથી અથવા તો સ્થાનિક સ્તરે આ ૧૨૧ દર્દીઓની સંખ્યા કોઈ બીજા–ત્રીજા કારણસર રાયમાં જાણ કર્યા વગર ડિસ્ચાર્જમાં ઉમેરી દેવામાં આવી છે. આ કઈં પહેલીવારનો નથી આ સતત થઈ રહ્યુ છે ત્યારે આ કોરોના મુકત થયા કે જીવન મુકત? લોકો સીધો જ આ સવાલ કરી રહ્યા છે. સારવાર લઈ રહેલ દર્દી તત્રં માટે તો માત્ર એક આંકડો જ છે તે અહીં જોઈ શકાય છે.

 

 

વ્યવસ્થા અને કોઈ અન્ય કારણોસર આ આંકડાકીય રમત સ્થાનિક તંત્રને કરવી ફરજીયાત હોય શકે પરંતુ જો આ વધારાનો આંકડો કોરોના મુકત દર્દીનો ન હોય તો તેને ડિસ્ચાર્જમાં બતાવી રિકવરી રેટ વધી રહ્યો છે તેવી ગુલબાંગ હાંકવી નિરર્થક છે. આ આંકડાઓ માની લઈએ કે માહિતી દોષ છે તો પણ દિવસો સુધી તેમાં સુધારો ન થાય અને આંકડાઓ યથાવત રહે તે જ સુચવે છે કે રાય માટે કોરોના મુકત દર્દીઓ કંઈક જુદા છે અને સ્થાનિક માટે કંઈક જુદા!!

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS