રાજકોટની ભાગોળે એસિડ ભરેલું ટેન્કર બન્યું આગનો ગોળો: ૧નું મોત

  • August 06, 2021 12:56 PM 

રાજકોટના કુવાડવા રોડ પર આવેલા સાત હનુમાન મંદિર પાસે ટ્રક અને એસીડ ભરેલું ટેન્કર અથડાયા બાદ ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. ટેન્કર આગનો ગોળો જ બની ગયું હતું. ટેન્કર ચાલક સળગતી હાલતમાં કુદકો મારતા લોકોએ તેને બચાવી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો પણ સારવાર દરમિયાન તેનું મોત નીપયું હતું. આ બનવાને પગલે ટ્રાફિક જામ સર્જાતા કુવાડવા પોલીસે ટ્રાફિક હળવો કરવાની કાર્યવાહી કરી હતી.તો બીજી તરફ ફાયરની ટીમે તાકીદે પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી હતી.

 


ટેન્કરમાં હાઇડ્રોલિક એસિડ ભરેલું હોય અને અકસ્માત બાદ ટેન્કરમાં લિકેજ થતાં આ એસિડ બહાર આવવા લાગતા ફાયરની ટીમે ફોમનો મારો ચલાવી અંદાજિત બે કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. જો સમયસર ફાયરની ટીમ આવી ન હોત તો ટેન્કર બ્લાસ્ટ થવાની પણ ભીતિ હતી. હજુ ટેન્કરમાં લીકેજ થવાની સંભાવનાને પગલે અહીં ફાયરની એક ટીમ રાખવામાં આવી છે તેમજ હાલ રસ્તો પણ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે.

 


આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ કુવાડવા રોડ પર આવેલા સાત હનુમાન મંદિર પાસે ગઈકાલ રાત્રીના બે ટ્રક વચ્ચે ટક્કર થયા બાદ આગ ભભૂકી ઉઠતા ચાલકે સળગતી હાલતમાં કુદકો મારતા તેને ૧૦૮ દ્રારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો હતો. બનાવને પગલે ફાયરબ્રિગેડ સ્ટાફ ચાર ફાયર ફાઈટરો સાથે ઘટનાસ્થળે દોડી જઈ આવ બુજાવી હતી. ટ્રાફિક જામ સર્જાતા પોલીસે દોડી જઈ ટ્રાફિક હળવો કરવાની કાર્યવાહી કરી હતી.

 


કુવાડવા પોલીસ મથકના ફતેસિંહ સોલંકી સહિતના સ્ટાફે તપાસ કરતા રાણાવાવ રહેતા ટ્રક ચાલક છગન જીવાભાઈ મકવાણા(ઉ.વ ૭૧) તથા તેમનો પુત્ર દેવજી (ઉ.વ ૩૯)ટ્રકમાં સિમેન્ટ ભરી વાપી જતા હતા તે દરમિયાન સાત હનુમાન પાસે અમદાવાદથી આવતા ટેન્કર સાથે અકસ્માત થતા છગનભાઈ સળગતી હાલતમાં કુદકો મારતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા યાં તેનું મૃત્યુ નીપયું હતું.

 


આગની આ ઘટના બાદ તાકીદે અહીં પહોંચી ગયેલા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર હાર્દિક ગઢવીએ જણાવ્યું હતું કે, ટ્રક અને ટેન્કર વચ્ચે અથડામણ થઈ હતી તેમાં ટેન્કરમાં હાઇડ્રોલિક એસિડ ભયુ હોય અને આ અકસ્માત બાદ તેમાંથી આ એસિડ લીક થવા લાગતા આગ લાગી હતી. જેથી અમારી ટીમે ફોમનો મારો ચલાવી સિફતપૂર્વક આગ પર કાબુ મેળવ્યો હતો.જો ટીમ સમયસર ન પહોંચી હોત તો મોટી દુર્ઘટના થવાની શકયતા નકારી ના શકાય. હજુ ટેન્કર અકસ્માત સ્થળ પર હોય અને તેમાં કેમિકલ લીકેજ થવાની સંભાવનાના પગલે ફાયર બ્રિગેડની એક ટીમ અહીં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. તેમજ હાલ રોડ પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે તેઓ સ્ટેશન ઓફિસરે જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS