પાંચ ઈંચ વરસાદમાં આમ્રપાલી અને મહિલા કોલેજ બ્રિજ બધં કરવા પડયા

  • July 26, 2021 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકા તંત્રના પ્રિ–મોન્સૂન પ્લાનની પોલ વધુ એક વખત ખુલી પડી: ચોમેર પાણી ભરાયા: આમ્રપાલી બ્રિજ અને મહિલા કોલેજ બ્રિજથી વાહન વ્યવહાર બધં કરાતા અમિન માર્ગ પર જનકલ્યાણ ફાટકે ટ્રાફિકજામના ધ્શ્યો સર્જાયા: જૂના રાજકોટની તુલનાએ ન્યૂ રાજકોટમાં પાણી ભરાવાની સમસ્યા વધુ !

 રાજકોટ મહાપાલિકા તંત્રના પ્રિ–મોન્સૂન પ્લાનની પોલનો વધુ એક વખત મેઘરાજાએ પર્દાફાશ કરી નાખ્યો છે. ગઈકાલે રાજકોટ શહેરમાં ફકત પાંચ ઈંચ વરસાદ વરસતાની સાથે જ આમ્રપાલી અન્ડરબ્રિજ અને મહિલા કોલેજ અન્ડરબ્રિજ બધં કરવામાં આવતા રવિવારે વરસાદમાં ન્હાવા નીકળેલા રંગીલા રાજકોટવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. બન્ને બ્રિજ બધં કરાતા વાહન વ્યવહાર અમિન માર્ગ પર ડાઈવર્ટ થયો હતો અને ત્યાં આગળ જનકલ્યાણ ફાટક પાસે ટ્રાફિકજામના ધ્શ્યો સર્જાઈ ગયા હતા. રાજકોટ શહેરમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી તે વાસ્તવિકતાનો નાગરિકોએ ગઈકાલે અહેસાસ કર્યેા હતો.

 


રાજકોટમાં ચોમાસા પૂર્વે પ્રિ–મોન્સૂન પ્લાનની મોટી–મોટી વાતો કરવામાં આવી હતી પરંતુ યારે વરસાદ આવ્યો ત્યારે કોઈ પ્લાન કામ લાગ્યા ન હતા અને પાંચ ઈંચ વરસાદમાં શહેરમાં ઠેર–ઠેર પાણી ભરાઈ ગયા હતા. મહાપાલિકાના મોન્સૂન કન્ટ્રોલરૂમમાં તો પાણી ભરાયાની પાંચ–સાત ફરિયાદો નોંધાઈ છે પરંતુ શહેરમાં ૫૦૦થી ૭૦૦ સ્થળોએ પાણી ભરાયું હશે તેમ કહેવામા અતિશ્યોકિત નથી. બે કલાકમાં વરસાદે વિરામ લઈ લેતા અને ત્યારબાદ ધીમીધારે વરસતા પાણી ઓસર્યા હતા. જો ધોધમાર વરસાદ ચાલુ રહ્યો હોત તો રાજકોટની સ્થિતિ શું થાત તેની કલ્પના કરવી મુશ્કેલ બની જાય તેમ છે.

 


રાજકોટમાં ગઈકાલે બપોરે ૩ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને એક કલાકમાં ધોધમાર ૨ ઈંચ વરસાદ વરસી ગયો હતો ત્યારબાદ થોડા સમય માટે વરસાદ ધીમો પડયો હતો અને ફરી ધોધમાર શરૂ થતા એક કલાકમાં ફરી બે ઈંચ પાણી વરસ્યું હતું. આમ, બે કલાકમાં ચાર ઈંચ પાણી વરસતા તેમજ રવિવારની રજાનો અનુકુળ સમય હોય હજારો શહેરીજનો વરસાદમાં ન્હાવા નીકળી પડયા હતા. આ વેળાએ બપોરે એકાએક આમ્રપાલી અન્ડરબ્રિજ બધં કરી દેવામાં આવ્યો હતો જેથી વાહન વ્યવહાર મહિલા કોલેજ અન્ડરબ્રિજ તરફ ડાઈવર્ટ થયો હતો. ત્યારબાદ એકાએક મહિલા અન્ડરબ્રિજ પણ બધં કરી દેવામાં આવ્યો હતો આથી આ બન્ને બ્રિજનો ટ્રાફિક સીધો જ અમિન માર્ગ પર ડાઈવર્ટ થયો હતો અને જનકલ્યાણ ફાટકે ટ્રાફિકજામના ધ્શ્યો સર્જાયા હતા.

 


આમ્રપાલી બ્રિજ અને મહિલા કોલેજ અન્ડરબ્રિજ પરથી વાહન વ્યવહાર શા માટે બધં કરવામા આવ્યો ? તે અંગે ફાયરબ્રિગેડ શાખાના અધિકારીઓનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે મહાપાલિકા તંત્રએ વાહન વ્યવહાર બધં કરાવ્યો નથી પરંતુ પોલીસના નિર્દેશથી વાહન વ્યવહાર થોડો સમય માટે બધં કરવામાં આવ્યો હતો. અંદાજે એકાદ ક લાક સુધી બન્ને બ્રિજ બધં રહ્યા હતા પરંતુ મહાપાલિકા તંત્રએ કયા કારણોસર બ્રિજ બધં રહ્યા તેની સ્પષ્ટ્રતા કરી ન હતી. વાસ્તવિકતા એ છે કે પાણી ભરાવાના કારણે બ્રિજ બધં કરાયા હતા.

 


 જો વરસાદ વધે તો કોઈ દૂર્ઘટના ન બને તેથી પોલીસતંત્રએ સતર્ક બનીને આ બ્રિજ બધં કરાવ્યા હતા. આર્યની વાત એ છે કે મહાપાલિકા તંત્રમાં બ્રિજ બધં કરાયાની બાબત કોઈને ખ્યાલ ન હતી ! કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી ન હતી. વરસાદ રહી ગયા બાદ ફરી બન્ને બ્રિજ ખોલી નાખવામાં આવ્યા હતા. આમ્રપાલી બ્રિજમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા અન્ય બ્રિજ જેટલી જ ભયંકર હદે છે તે ગઈકાલના વરસાદ પરથી પૂરવાર થઈ ગયું છે.

 


ભારે વરસાદના પરિણામે રાજ્યના ૫૬ રસ્તા બધં કરાયા

 


છેલ્લા ૪૮ કલાકથી રાયમાં પડી રહેલા ભારે વરસાદને પરિણામે નદી–નાળાં છલકાવાની સાથે સાથે ડેમોમાંથી પાણી છોડવામાં આવતા ઓવરટેપિંગ ના પરિણામે ૫૬ જેટલા રસ્તા બધં કરવા પડયા છે.


જેમાં સૌથી વધુ રસ્તાઓ વલસાડ જિલ્લામાં ૩૦ રોડ બધં થયા છે યારે બીજા ક્રમે ડાંગમાં ૯ રસ્તાઓ બધં થયા છે રાજકોટમાં એક પંચાયત માર્ગ જામનગર એક સ્ટેટ હાઇવે, સુરત ના નવ રસ્તા તાપીના છ અને જૂનાગઢના એક રસ્તા પર પાણી ફરી વળવાના કારણે બધં કરવાની ફરજ પડી છે.આ વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રસ્તાઓ ખોલવામાં આવ્યા છે. રાયના માર્ગ અને મકાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આગામી ૨૪ કલાક દરમિયાન તમામ રસ્તાઓ પાણી ભરવાના પરિણામે ખુલી જશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે. ઉમિયા સાગર ડેમમાંથી પાણી છોડવામાં જામનગર જામજોધપુર ગીગણી–સીદસર ના સ્ટેટ હાઇવે પાણી ફરી વળતા રસ્તો બધં કરવાની ફરજ પડી હતી તે આગામી ૨૪ કલાક દરમિયાન શ થઈ જાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

 


રાજકોટના લોધિકા તાલુકાના પાનેલી સતાવડી રોડ પર આવેલા કોઝવે પર પાણી ફરી વળતા આ પંચાયત રોડ બધં કરવાની ફરજ પડી છે આ માટે વૈકલ્પિક રોડ વ્યવસ્થા કરવામાં આવી છે. જુનાગઢ માણાવદર સરડીયા ના લીંબુડી અને બૂરી જિલણા રોડ પર પાણી ફરી વળતાં આ રસ્તો પણ બધં કરવાની ફરજ પડી છે.

 

પુષ્કર રિસોર્ટમાં ફરવા ગયેલા પરિવારના નવ સભ્યો વરસાદમાં ફસાઈ જતાં બચાવી લેવાયા
ઘરે પરત જવા નીકળ્યા ત્યાં નદીમાં પૂર હોવાથી રિક્ષા નીકળી ન શકતાં પોલીસને જાણ કરવામાં આવી હતી: ગાંધીગ્રામ પોલીસ, ફાયર બ્રિગેડ અને ગ્રામજનોની જહેમતથી રેસ્કયુ કરી ઘરે પહોંચાડતા પરિવારે આભાર માન્યો

 

શહેરના જામનગર રોડ પર પરાપીપળીયા પાસે આવેલા પુષ્કર રિસોર્ટમાં ફરવા ગયેલા પરિવારના ૯ સભ્યો ઘરે જતી વખતે પરા પીપળીયા ગામની નદીના કાંઠે પૂર આવી જવાથી  ફસાઈ જતાં તેમને ગાંધીગ્રામ પોલીસ, ફાયર બ્રિગેડ અને ગ્રામજનોની જહેમતથી હેમખેમ બચાવી ઘરે પહોંચાડા હતાં. બનાવની મળતી વિગત મુજબ રવિવારે સવારે ધીમીધારે શ થયેલો વરસાદ બપોર સુધીમાં ધોધમાર વરસી જતા અનેક નદી નાલામાં પૂર આવ્યા હતા જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડો હતો. જેની સાથે જામનગર રોડ પરપરા પીપળીયા આવેલા  પુષ્કર રિસોર્ટમાં શહેરમાં રહેતા  ઇમ્તિયાઝભાઈ હૈદરભાઈ કુરેશી પોતાના પરિવારના અને બીજા ૮ સભ્યો સાથે ફરવા ગયા હતા ત્યાંથી ઘરે જવા માટે નીકળ્યા હતા દરમિયાન બપોરે ભારે વરસાદના કારણે પરા પીપળીયા ગામની નદીમાં પુર આવી જતા પરિવારના લોકો નદીના સામે કાંઠે ફસાઇ ગયા હતા  પાણીનું વહેણ પુરપાટ જતું હોવાથી રિક્ષા નદીમાંથી પસાર થઇ શકે તેમ ન હોઇ જેથી તેઓએ પોલીસ કંટ્રોલમને જાણ કરતા ત્યાંથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ કે. એ. વાળાને જાણ કરવામાં આવતાં ગાધીગ્રામ પોલીસની ટીમ તાત્કાલિક પરા પીપળીયા ગામે પહોંચી હતી અને ત્યાંના સરપચં વિક્રમભાઇનો સંપર્ક સાધી ગ્રામજનોની મદદ લીધી હતી. આ સાથે ફાયરબ્રિગેડની ટીમને પણ જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક આવી ગઇ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તથા ગ્રામજનોએ મળી ફસાયેલા પરિવારજનોને રેસ્કયુ કરી ગામમાંથી બોલેરો ગાડી મંગાવી તમામને સુરક્ષીત રીતે તેમના ઘરે પહોંચાડી દીધા હતાં. હેમખેમ ઘરે પહોંચેલા પરિવારે પોલીસ સહિતનો આભાર વ્યકત કર્યેા હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS