લ્યો કરો વાત, લોકડાઉનમાં અમિતાભ બચ્ચનને પણ ઘરમાં કરવા પડ્યા હતા કચરાં-પોતાં...

  • October 28, 2020 02:04 AM 407 views

કૌન બનેગા કરોડપતિ શો લોકોપ્રિય થઈ ચુક્યો છે. લોકો તેના દરેક એપિસોડને માણી રહ્યા છે, તેનું ખાસ કારણ એ પણ છે કે શોના હોસ્ટ એટલે કે અમિતાભ બચ્ચન શો દરમિયાન રસપ્રદ વાતો અને પોતાના જીવનના ખાસ પ્રસંગો વિશે ચર્ચા કરે છે. આવી જ ચર્ચા તેમણે તાજેતરમાં પ્રસારિત થયેલા એપિસોડમાં કરી હતી. આ એપિસોડમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન તેમણે ઘરમાં કયા કયા કામ કર્યા.  


પશ્ચિમ બંગાળની હરીફ રુના સહા જ્યારે અમિતાભની સામે રમી રહ્યા હતા ત્યારે આ વાત અમિતાભ બચ્ચને કરી હતી. બેઠી હતી. રૂના સહાએ કહ્યું કે તેણે લોકડાઉનમાં ઘણું ઘરકામ કર્યું છે. શોમાં એક્સપર્ટ તરીકે જોડાયેલા રિચા અનિરુદ્ધે અમિતાભને પૂછ્યું હતું કે તેમણે લોકડાઉનમાં ઘરકામ કર્યું છે? આ વાતના જવાબમાં બિગ બીએ કહ્યું કે તેમણે બધા જ કામ કર્યા છે. ઘરમાં ઝાડુ, પોતા સહિત બધું જ કર્યું છે અને આજ સુધી કરી રહ્યા છે. બસ તેમને ભોજન બનાવતા નથી આવડતું એ સિવાય તે ઘરના દરેક કામ કરી રહ્યા છે. 


બિગ બીની વાત સાંભળ્યા પછી રિચાએ કહ્યું કે આ માનવું મુશ્કેલ છે, તો અમિતાભે કહ્યું, 'હા, હું જાણતો હતો કે તમે આમ જ કહેશો પણ મેં ખરેખર આ કામ કર્યા છે'. અમિતાભે કહ્યું કે લોકડાઉનમાં ઘરકામ કર્યા પછી જ તેમને સમજાયું કે ઘરમાં મદદ કરવી કેટલી જરૂરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application