નિતેશ તિવારીની 'રામાયણ' માટે બીગ બીને મળી ઓફર, રણવીર કપૂર અને સાઈ પલ્લવી બનશે રામ-સીતા
'દંગલ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર નિતેશ તિવારી આ દિવસોમાં પોતાના આગામી પ્રોજેક્ટ 'રામાયણ'ને લઈને ચર્ચામાં છે. લગભગ દરરોજ આ ફિલ્મને લગતા નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. કાસ્ટિંગને લઈને ફિલ્મ માટે નવા ચહેરા પણ સામે આવી રહ્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ૩૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બની રહેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન દશરથનો રોલ કરી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચનને નિતેશ તિવારીની 'રામાયણ'માં દશરથનો રોલ ઑફર કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રણબીર કપૂર ફિલ્મ 'રામાયણ'માં રામનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે. તે પોતાના રોલ માટે જોરશોરથી તૈયારી કરી રહ્યો છે. હાલમાં જ એવા સમાચાર પણ આવ્યા હતા કે તેમના અવાજ અને બોલવાની સ્ટાઈલ પર કામ થઈ રહ્યું છે. આ માટે એક અલગ ટીમ બનાવવામાં આવી છે. તેમજ કોસ્ચ્યુમ અને લુક પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
રણબીર સિવાય સ્ટારકાસ્ટમાં અન્ય કેટલાક નામો પણ સામે આવ્યા છે. સીતાના રોલમાં સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવી, રાવણના રોલમાં કેજીએફ ફેમ યશ, હનુમાનના રોલમાં સની દેઓલનું નામ સામે આવી રહ્યું છે. ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ શૂર્પણખા બની શકે છે. લારા દત્તા કૈકેયીના રોલમાં જોવા મળી શકે છે. જો કે હજુ સત્તાવાર જાહેરાતની રાહ જોવાઇ રહી છે.
આ પહેલા અમિતાભ બચ્ચન અને રણબીર કપૂરે અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. હવે જો આ રિપોર્ટ સાચો નીકળશે તો બંને બીજી વખત સ્ક્રીન શેર કરશે. ૮૧ વર્ષના બિગ બી પાસે 'કલ્કી ૨૮૯૮ એડી' છે, જેમાં તે પ્રભાસ સાથે જોવા મળશે. તેમાં દીપિકા પાદુકોણ અને કમલ હાસન પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભુજીયા કોઠા પાસેનો પેેટ્રોલ પંપ ખસેડવા માટેના પ્રયાસો શરૂ
April 19, 2025 12:05 PMજામનગરમા કોર્પોરેટરનો અનોખો વિરોધ
April 19, 2025 12:04 PMદરેડમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના કચરામાં આગથી દોડધામ
April 19, 2025 12:02 PMસંત શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પૂણ્યતિથી નિમિતે શહેરમાં વિશાળ શોભાયાત્રા નિકળી
April 19, 2025 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech