અમદાવાદ GIDCની ફેક્ટરીની આગ બેકાબૂ, ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી કહ્યું NDRFની ટીમ મોકલાઈ

  • June 24, 2020 04:50 PM 1786 views

અમદાવાદની સાણંદ જીઆઈડીસીમાં આજે સવારે ડાયપર બનાવતી એક કંપનીમાં આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી છે તે કારણ સામે આવ્યું નથી પરંતુ આગે જોતજોતામાં  ભીષણ સ્વરુપ ધારણ કર્યું હતું.  આગમાં ફેરવાઈ ગઈ હતી.  ડાયપર બનાવતી કંપનીમાં આગ લાગતા અમદાવાદ આસપાસથી 13 ફાયર ફાઇટર મોકલાયા હતા. પરંતુ તેમ છતાં આગ પર કાબુ ન થતા 27 જેટલા ફાયર ફાઈટર ઘટનાસ્થળે બોલાવા અને રોબોટની મદદ પણ લેવાય હતી. 

 

આ આગમાં સમગ્ર ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ છે. તેવામાં આ ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી હતી. તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે તેઓ જિલ્લા ક્લેકટર તેમજ સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છે. આ સાથે જ એનડીઆરએફની ટીમને પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. 

 

આગ એટલી ભીષણ છે કે કિલોમીટર દુર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. આ આગે આખી ફેક્ટરીને ચપેટમાં લીધી છે જેના કારણે મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે હાલ જાનહાનિ અંગે જાણકારી બહાર આવી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application