અમિત શાહ ગુજરાતમાં: રેલવેબ્રિજનું લોકાર્પણ, બે ફલાયઓવર ખુલ્લા મુકયા

  • June 21, 2021 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. શાહના આજે સવારથી ઓન ધ સ્પોટ વેકિસનેશન શરૂ કરવાથી લઈને એસજી હાઈવે પર વિવિધ ઓવરબ્રિજના ઉદ્દઘાટન કરવાનો કાર્યક્રમ છે. આજે સવારે ૧૦ વાગ્યની આસપાસ વૈષ્ણદૈવી ઓવરબ્રિજનું ઉધ્ઘાટન કયુ હતુ અને તેની સાથે ટ્રાફિકની મોટી સમસ્યા દૂર થઈ છે. ત્યારબાદ શાહે ખોડિયાર કન્ટેનર ડેપો પાસે પણ બનાવેલા ફલાય ઓવરબ્રિજનું ઉધ્ઘાટન કયુ હતુે.

 

 

પોતાના સંસદીય મત વિસ્તારમાં ત્રણ ઓવરબ્રિજ અને કલોલ માર્કેટ યાર્ડના નવા વહીવટી બિલ્ડિંગનું લોકાર્પણ કર્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, આજથી વેકિસનેશનમાં ઝડપ લાવવી રહેશે. વધુ ૨૫૦૦ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે અને તે સાથે ૫૦૦૦ સેન્ટર પરથી રસી અપાશે. વોક ઇન વેકિસનેશન પણ શરૂ કરી દેવાયું છે.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ૨૫થી ૩૫ વર્ષ જૂની ૧૨૨ હાઉસિંગ કોલોનીના રી–ડેવલપમેન્ટ માટેની અરજીઓ આવી છે તેનો તાત્કાલીક નિકાલ કરવા ગુજરાત સરકારને અનુરોધ કર્યેા છે. ગૃહમંત્રી અમિત શાહપાલ પહોંચ્યા હતા અને વરદાયિની માતાના દર્શન કર્યા છે. શાહ પાલમાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી.

 


ત્યાર બાદ તેઓ કલોલ પહોંચી ગયા હતા અને ત્યાં પાનસર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કયુ છે.  ત્યારબાદ કલોલ એપીએમસીના બિલ્ડીંગનું લોકાર્પણ કયુ હતું. આજે ગાંધીનગર એસજી હાઈવે પર વૈષ્ણોદેવી ઓવરબ્રિજ લોકો માટે ખુલી ગયો છે. આજે વૈષ્ણોદેવી ઓવરબ્રિજનું ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કયુ છે. આ પ્રસંગે નીતિન પટેલ અને સીએમ વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા છે. આ બ્રિજનું લોકાર્પણ થવાથી હવે વૈષ્ણોદેવી સર્કલ પર ટ્રાફિકનું ભારણ ઘટશે. ત્યારબાદ અમિત શાહે ખોડિયાર કન્ટેનર ડેપો લાયઓવર બ્રિજનું પણ લોકાર્પણ કયુ હતું. આજથી અમદાવાદ સહિત રાયભરમાં વોક ઇન વેકિસનેશનનો પ્રારભં કરવામાં આવ્યો છે. આ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે બોડકદેવ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતેના વોક ઇન વેકસીનેશનનો પ્રારભં કરાવ્યો છે. તેમની સાથે રાયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે.

 


ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં વોક ઈન વેકિસનેશનનો પ્રારભં કરાવ્યા બાદ રસી કેન્દ્રની મુલાકાત લીધી છે. આ પ્રસંગે બોડકદેવમાં રસી કેન્દ્ર ખાતે લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે અહીં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે જણાવ્યું કે, રસીથી કોરોના સામે લડવાની શકિત મળશે. તમામ લોકોને મફત રસી અપાશે. તેના માટે રસીકરણ કેન્દ્ર પર ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અમિત શાહે અહીં તેઓએ કેન્દ્રના કર્મચારીઓ પાસેથી વેકિસનના સંદર્ભમાં માહિતી મેળવી છે. તેમજ રસી લેવા આવનારા લોકો સાથે પણ વાતચીત પણ કરી હતી. અમિત શાહની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે ઉમેયુ હતું કે, હવેથી વેકિસનેશન અભિયાન વધુ ઝડપી કરવામાં આવશે. યુવાનોને મફતમાં વેકિસન આપવામાં આવશે. મને આશા છે કે કોરોનાનું સંક્રમણ હવે ઘટશે. જે લોકોએ ૧ ડોઝ લીધો છે તેઓ સમયસર બીજો ડોઝ લે એવી અપીલ છે. કારણ કે ૨ ડોઝ લીધા પછી જ વેકિસનની અસર સારી થશે. યારે સીએમ પાણીએ જણાવ્યું હતું કે, ત્રીજી લહેરને જોતા કોરોના રસી આવશ્યક છે. જેના માટે રાયમાં ૫ હજાર રસી કેન્દ્ર ઉભા કર્યા છે. રસીકરણમાં ગુજરાત આગળ છે.

 


અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં આજથી (સોમવાર) ઓન ધ સ્પોટ વેકિસનેશન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોઈ રજિસ્ટ્રેશનની જરૂર નહિ રહે. જેમાં ૧૮થી ૪૪ વર્ષના લોકો, સુપર સ્પ્રેડર્સ અને ૪૪થી વધુના લોકોને ઓન ધ સ્પોટ વેકિસન આપવામાં આવશે. અમદાવાદ શહેરની અંદર આ માટે ૪૦૦ વેકિસનેશન સેન્ટર પર આ સુવિધાઓ મળશે. કોર્પેારેશન દ્રારા દૈનિક એક લાખ લોકોને વેકસીન આપવાનો લયાંક નક્કી કરાયો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS