અમિત શાહનો ખેલ: હવે પ્રફુલ પટેલ, ફડણવીસ કેન્દ્રમાં

  • July 03, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શરદ પવાર જનતાની વચ્ચે જવાનું કહ્યા પછી કોર્ટમાં પહોંચવાની તૈયારીમાં: અજિત પવાર સહિત ૯ ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા પવાર જૂથની માગણી: અજીત સાથે સંપર્કમાં છું–સુપ્રિયા સુલે: ઓપરેશન લોટસ પછી સ્થાનિક રાજકીય પક્ષોમાં ચિંતા




મહારાષ્ટ્ર્રના રાજકારણમાં થયેલી ઉથલપાથલના પડદા પાછળના ખેલાડી અમિત શાહ છે. સાથેની અનેક ગુ બેઠકો પચ્ચી આ બળવો કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગયા અઠવાડિયે ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠક રાજધાની દિલ્હીમાં યોજાઈ હતી જેમાં અજિત પવારને લઈને મંથન થયું હતું. હવે ભાજપે આ અંગે કોઈ ઔપચારિક નિવેદન બહાર પાડું નથી કારણ કે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ હતો, તે ઘણા સમીકરણો બદલી શકે તેમ હતો આવી સ્થિતિમાં અમિત શાહની સક્રિયતાને અવગણી શકાય નહીં. આ પહેલા મહારષ્ટ્ર્રમાં જ અજીત પાવર અને અમિત શાહ વછે બેઠક યોજાઈ હોવાનું અને એનાથી પહેલા અમદાવાદમાં પણ એનસીપીના એક નેતા સાથે અમિત શાહની બેઠક થઇ હોવાનું કહેવાય છે.





પ્રા માહિતી અનુસાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ ગયા મહિને ૨૯ જૂને દિલ્હી જવા રવાના થયા હતા. ત્યાં બંને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા, તેમને મહારાષ્ટ્ર્રની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી અને પછી એનસીપીમાં ચાલી રહેલા બળવા વિશે માહિતી આપી. તે માહિતી પછી જ અજિત પવાર પર નિર્ણય લેવામાં આવ્યો હતો અને શાહની હાજરીમાં એનસીપીમાં દો ફાડની સ્ક્રિપ્ટને અંતિમ સ્વપ આપવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે તે મીટિંગ પછી તરત જ શિંદે અને ફડણવીસ બંને એક જ દિવસે મુંબઈ જવા રવાના થઈ ગયા.





મોદી કેબિનેટમાં ફેરબદલની ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મહારાષ્ટ્ર્રમાં રાજકીય ઉથલપાથલ તે પછી એવી ચર્ચાઓએ જોર પકડું છે કે આગામી ૨૦ જુલાઈના રોજ ચોમાસુ સત્ર શ થવાનું છે અને તે પહેલા મોદી કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે. દેવેન્દ્ર ફડણવીસ તથા પ્રફુલ્લ પટેલને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સમાવવામાં આવે એવી શકયતા છે.





ભાજપના ટોચના નેતૃત્વની અનેક રાઉન્ડની બેઠકો બાદ કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલની સંભાવનાઓને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક સોમવારે પ્રગતિ મેદાન ખાતે નવા બનેલા કોન્ફરન્સ હોલમાં થવાની ધારણા છે. કેબિનેટ વિસ્તરણમાં પૂર્વ કેબિનેટ મંત્રી પ્રફુલ્લ પટેલના નામની પણ ચર્ચા શ થઈ ગઈ છે.
મહારાષ્ટ્ર્રના રાજકારણમાં રવિવારે મોટુ તોફાન મચ્યું હતું અજિત પવાર રાજભવન પહોંચીને રાજકીય બળવો કર્યેા અને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા અને શિંદે સરકારમાં જોડાયા. એટલું જ નહીં, તેમની સાથે ૮ વધુ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા. અજિત પવારે એનપીસી પર દાવો કર્યેા છે. જો કે, શરદ પવાર જૂથ પણ કઈં બેસી રહેવાનું નથી. મોટી કાર્યવાહી કરતા એનપીસીએ અજિત પવાર સહિત ૯ ધારાસભ્યો સામે ગેરલાયકની અરજી દાખલ કરી છે. આ અરજી વિધાનસભા અધ્યક્ષ રાહત્પલ નાર્વેકરને મોકલવામાં આવી છે.
નિષ્ણાતો એવું પણ માને છે કે સીએમ એકનાથ શિંદેની વધતી શકિતને મર્યાદિત કરવા માટે અજિત પવારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમના પાર્ટીમાં આવવાથી ભાજપને અમુક અંશે સત્તાની રમત સંતુલિત કરવાની તક મળશે. આ સિવાય ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, આવી સ્થિતિમાં શિંદે સરકાર માટે મૂંઝવણની સ્થિતિ છે. હવે યારે એનસીપીએ અજિત સાથે હાથ મિલાવ્યા છે, તો તે સ્થિતિમાં શિંદે વિના પણ વિધાનસભામાં  ભાજપ પાસે મજબૂત સંખ્યા છે.





હાલમાં એનસીપી પાસે વિધાનસભામાં કુલ ૫૩ ધારાસભ્યો છે. અજીત પાર્ટીના નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેમને ૪૦ ધારાસભ્યોનું સમર્થન છે, અજિત એક ડગલું આગળ વધીને કહ્યું કે બધા તેમની સાથે ઉભા છે. હવે ૫૩ ના બે તૃતીયાંશ ૩૬ છે, જેનો અર્થ છે કે અજીતને કોઈપણ કિંમતે તેની સાથે આ આંકડો જોઈએ છે. હાલમાં દાવા મુજબ, તેમની પાસે પૂરતી સંખ્યા છે, આવી સ્થિતિમાં તેઓ પક્ષપલટા વિરોધી કાયદાની ઘણી જોગવાઈઓથી રક્ષણ મેળવી શકે છે.




હવે સવાલ એ ઊભો થાય છે કે આવી સ્થિતિમાં ચૂંટણી પચં કોનું સમર્થન કરે છે. જેણે બળવો કર્યેા, તે કે જેને છેતરવામાં આવ્યો છે તેની તરફેણમાં નિર્ણય આપશે. હવે અહીં પણ પક્ષપલટા વિરોધી કાયદાની મદદથી ચૂંટણી પચં પણ નિર્ણય આપે છે. આ સમયે અજિત પવારે એનસીપીમાં ભાગલા પાડા છે, પરંતુ શું તે બે તૃતીયાંશ છે? દાવાઓમાં ચોક્કસપણે એવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ શરદ પવારે હજુ સુધી તેમના પત્તાં ખોલ્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application