લ્યો બોલો... અછત વચ્ચે લોકોએ શરૂ કરી ઓક્સિજનના સિલિન્ડરની સંગ્રહખોરી

  • April 23, 2021 03:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કોરોના ના સંકટ વચ્ચે હવે ઓક્સિજન ની મુશ્કેલીઓ સામે આવી છે ત્યારે અછત વચ્ચે લોકો ઓક્સિજનના બાટલની સંગ્રહખોરી કરતા હોવાનું સામે આવ્યું છે. ઓક્સિજનની માંગને પહોંચી વળવા માટે રાજકોટની ઘણી સામાજીક સંસ્થાઓ દ્વારા ઓક્સિજન સિલિન્ડર આપવાનું સેવા કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું, લોકોની જિંદગી બચાવવા માટે સેવાભાવી સંસ્થાઓએ ઓક્સિજનના બાટલા વિતરણ કાર્ય શરૂ કર્યું તો ઘણા લોકોએ આ તકનો લાભ લઈને ઓક્સિજનના બાટલાની સંગ્રહખોરી શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ આ મહામારી માં રાજકોટ ની અનેક સેવાભાવી સંસ્થા દ્વારા હાલમાં અંદાજે 4000 થી 5000 ઓક્સિજન બોટલ સેવાર્થે દર્દીઓ ને આપવામાં આવેલ છે.. જેમાં થી હાલ 5% બાટલા પણ પાછી નથી આવી, એક સંસ્થાના હોદ્દેદાર જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓને ઓક્સિજનની ની આવશ્યકતા ઉભી થઇ હોવાના લીધે અમારી સંસ્થા દ્વારા ઓક્સિજન ની બોટલ આપવાનું શરૂ કરવામાંઆવ્યું હતું પણ ઘણા હજી બોટલ પરત નથી આપી ગયા, આવી માનસિકતાને લીધે હાલના સમયમાં જેને ખરા અર્થમાં ઓક્સીજનની જરૂરિયાત છે તેઓને મુશ્કેલી ઊભી થઈ છે. આથી પ્રજાજનોએ પણ આવી સંગ્રહખોરીને અટકાવવી જોઈએ.

 


ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સભ્યોએ પણ જણાવ્યું હતું કે, રાજકોટ માં ધરે સારવાર કરતા દર્દી ની સંખ્યા 1000 આસપાસ છે તો 2000 બાટલા જ જરૂર પડે.. તે જોતા મોટા ભાગના દર્દીના સગા દ્વારા બાટલા નો સંગ્રહ કરવામાં આવ્યો છે.. એવું ફલિત થાય છે.

 


તબીબો અને વિવિધ સંસ્થાઓ દ્વારા વિનંતી કરવામાં આવી છે કે ,માનવતા દાખવી ને જરુરીયાત સિવાય ના બાટલા જેતે સંસ્થા ને પાછા જમા કરાવી દયે.. તો બીજા દર્દી ને આ કપરા સમય માં કામ આવી શકે.આપ સૌ આ રીતે પણ સેવા ના સહભાગી બની શકો છો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS