ડોલરિયા દેશનો મોહ, 30 ફૂટ ઉંચી દીવાલેથી 4 વર્ષના બાળકને ફેંક્યું, ઘટના CCTVમાં થઇ કેદ

  • June 01, 2023 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી મેક્સિકોમાંથી બોર્ડર ક્રોસ કરીને આવતા માઈગ્રન્ટ્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે હાલ એક વીડિયો સામે આવ્યો છે કે જે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં 4 વર્ષનું એક બાળકને યુએસ-મેક્સિકોની પ્રોટેક્શન વોલ પરથી નીચે પટકાતું દેખાય છે.

CCTV ફૂટેજમાં દેખાય છે તેમ, એક બાળક અને એક પુખ્ત વયની વ્યક્તિને દિવાલની ટોચ પર અન્ય કોઈ દ્વારા મદદ મળી રહી છે. કેલિફોર્નિયાના સાન ડિએગોની આ દીવાલ 30 ફૂટ (9.1 મીટર) ઉંચી છે. માઈકલ સ્કેપાસીઓએ મંગળવારે જણાવ્યું હતું કે બાળકની સાથે બે પુખ્ત વયના લોકો હતા, જેઓ બોર્ડર પેટ્રોલની કસ્ટડીમાં હતા. પુખ્ત વયના લોકો બાળકના માતા-પિતા હતા તેની પુષ્ટિ થઈ નથી.

સ્કેપાસીઓએ જણાવ્યું હતું કે દિવાલ પર ચઢવાના પ્રયાસો દરરોજ થાય છે, પરંતુ આટલા નાના બાળકો ભાગ્યે જ જોવા મળે છે. સંશોધકોએ સાન ડિએગોની દિવાલને ઊંચી કરવામાં આવી હતી ત્યારથી તેને પાર કરવાના પ્રયાસ કરતા લોકોના  મૃત્યુ અને ગંભીર ઇજાઓમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે પ્રકાશિત થયેલા અભ્યાસમાં 2016 થી 2018 દરમિયાન શૂન્યની સરખામણીમાં 2019 થી 2021 દરમિયાન 16 મૃત્યુ અને 2019 થી 2021 દરમિયાન 375 ગંભીર ઇજાઓ જોવા મળી હતી, જ્યારે 2016 થી 2018 દરમિયાન 67 મૃત્યુ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application