ગિરનાર પર બિરાજતા અંબાજી મંદિરના દ્વાર આવતીકાલથી ખુલશે ભાવિકો માટે, રોપ-વે પણ આવતીકાલથી શરૂ  

  • June 10, 2021 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી ને પગલે સંક્રમણ ન ફેલાય તેને પગલે ગિરનાર પર બિરાજતાં શક્તિપીઠ માં અંબાજી મંદિર માં ભાવિકોના દર્શનાર્થે માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

 

રાજ્ય સરકારે ૧૧ જૂન થી મંદિરો ભાવિકો માટે ખોલવાની કરાયેલી જાહેરાતને પગલે અંબાજી મંદિર આવતીકાલથી ભાવિકો માટે જરૂરી નિયમોની અમલવારી સાથે દર્શનાર્થે ખુલ્લુ મુકાશે. તેમ મોટા પીર બાવા  તન સુખ ગીરીબાપુ તથા નાના પીર બાવા ગણપત ગીરીબાપુ એ જણાવ્યું હતું.

 

આ ઉપરાંત લોકડાઉન ને પગલે છેલ્લા  બંધ રહેલ ગિરનાર રોપ-વે પણ આવતીકાલથી પ્રવાસીઓ માટે જરૂરી નિયમોની અમલવારી સાથે શરૂ કરવામાં આવશે તેમ ઉષા બ્રેકો કંપની લિમિટેડ દ્વારા જણાવાયું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS