64 વર્ષીય અમર સિંહનું સિંગાપુર હોસ્પિટલમાં નિધન, લાંબા સમયથી હતા બીમાર

  • August 01, 2020 05:04 PM 1994 views


સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહનું નિધન થયું છે. છેલ્લા ઘણા દિવસોથી તેઓ બીમાર હતા અને તેમની સિંગાપોરની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. થોડા દિવસો પહેલા તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. આજે બપોરે અવસાન થયું છે.

 

માર્ચ મહિનામાં સમાજવાદી પાર્ટીના સૌથી કદ્દાવર નેતા અમરસિંહનો એક વીડિયો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. જેમાં તેણે પોતાના મોતની અફવાઓ અંગે સ્પષ્ટતા કરી હતી કે તે ઠીક છે અને બીમારી સામે લડી રહ્યા છે. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે તેમની તબિયત અગાઉ પણ બગડી હતી. પરંતુ દર વખતે તે મૃત્યુના મુખમાંથી પરત ફર્યા છે અને આ વખતે પણ પાછા ફરશે. 
 

વીડિયોમાં અમરસિંહે કહ્યું છે કે, 'હું સિંગાપોરથી અમર સિંહની વાત કરું છું. હું બીમાર છું, હું રોગથી વ્યથિત છું પણ ડરતો નથી. હિંમત બાકી છે, જુસ્સો બાકી છે, ચેતના પણ બાકી છે. આ અફવા ખૂબ જ ઝડપથી ફેલાઈ છે કે યમરાજે મને પોતાની પાસે બોલાવ્યો છે. તેવું બિલકુલ નથી. મારી સારવાર ચાલી રહી છે અને જો ભગવાનની દયા રહી તો હું મારી સર્જરી પછી જલ્દીથી બમણી તાકાતથી પાછો આવીશ. '


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application