દુકાનો–કારખાનાઓના મ્યુનિ.વેરા પણ માફ કરો

  • June 15, 2021 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકાથી લઈ મુખ્યમંત્રી સુધી ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત: વેપારીઓ અને કારખાનેદારોની હાલત માઠી: મિલકત વેરા અને વ્યવસાય વેરામાં સંપૂર્ણ માફી આપવા અથવા તો રાહત આપવા માગણી

 


તાજેતરમાં રાય સરકાર દ્રારા હોટેલ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, મોટેલ, રિસોર્ટ વિગેરેના મિલકતવેરા માફ કરવાની જાહેરાત કરી તેની અમલવારી કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે રાજકોટના વેપાર–ઉધોગ જગત વતી ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ રાજકોટ મહાપાલિકાથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે કે, કોરોના કાળના દોઢ વર્ષમાં રાજકોટના વ્યાપાર ઉધોગ જગતની કેડ ભાંગી ગઈ છે અને ખાસ કરીને નાના વેપારીઓ અને નાના કારખાનેદારોની આર્થિક હાલત માઠી થઈ ગઈ છે ત્યારે દુકાનો અને કારખાનાઓનો મિલકત વેરો અને વ્યવસાય વેરો સંપૂર્ણપણે માફ કરવા અથવા તો તેમાં વિશેષ રાહત આપવા માગણી છે.

 


મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરેલી રજૂઆતમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ ધનસુખભાઈ વોરા, ઉપપ્રમુખ કાંતિભાઈ જાવિયા, ખજાનચી અજિતસિંહ જાડેજા દ્રારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકાને તાજેતરમાં જમીન–વેચાણથી ખૂબ સારી આવક થઈ છે ત્યારે આ પ્રકારે આવકના અન્ય ક્રોતનો ઉપયોગ કરીને આવક મેળવી શકાય છે ત્યારે વ્યાપાર–ઉધોગ જગતની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને નાના દુકાનદાર વેપારીઓ અને નાના કારખાનેદારોનો મિલકત વેરો અને વ્યવસાય વેરો માફ કરવા માટે માગણી છે અને જો સંપૂર્ણપણે માફ થઈ શકે તેમ ન હોય તો તેમાં રાહત આપવા માટે અનુરોધ છે. અગાઉ આ સંદર્ભે રાજકોટ મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરાઈ હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

 

રાજકોટમાં હોટેલ–રેસ્ટોરન્ટ–સિનેમાનો ૩.૦૧ કરોડનો મિલકતવેરો માફ થવા પાત્ર
સરકારે મહાપાલિકા પાસેથી વિગતો મગાવી

 


કોરોના વર્ષમાં મહામંદીનો સામનો કરી રહેલા હોટલ–રેસ્ટોરન્ટ–સિનેમા વિગેરે એકમોને ચાલુ નાણાકિય વર્ષ ૨૦૨૧–૨૦૨૨ અંતર્ગત મિલકતવેરો માફ કરીને રાહત આપવામાં આવી છે. રાહતદાયક એવી આ જાહેરાત અન્વયે રાજકોટ શહેરમાં કુલ ૨૭૧ મિલકતોનો રૂા.૩.૦૧ કરોડનો મિલકતવેરો માફ કરવા ટૂંક સમયમાં કાર્યવાહી હાથ ધરાઇ શકે છે.
રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના સૂત્રોએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ૧૫૮ હોટેલનો રૂા.૨.૦૬ કરોડનો મિલકતવેરો, ૮૪ રેસ્ટોરન્ટનો ૦.૩૨ કરોડનો વેરો, ૨ એમ્યુઝમેન્ટ–વોટર પાર્કનો ૦.૦૭ કરોડ, ૪ સિનેમાઘરનો વેરો ૦.૦૪ કરોડ, ૩ મલ્ટીપ્લેકસનો વેરો ૦.૪૩ કરોડ અને ૨૦ જિમ્નેશિયમનો વેરો રૂા.૦.૦૯ કરોડ સહિત કુલ ૨૭૧ મિલકતોનો કુલ મિલકતવેરો રૂા.૩.૦૧ કરોડ માફ કરવામાં આવી શકે છે. સરકારે મહાપાલિકા પાસેથી ઉપરોકત વિગતો મગાવી છે. રિસોર્ટને પણ વેરા માફીનો લાભ મળવાપાત્ર છે પરંતુ ટેકસ બ્રાન્ચનો રેકર્ડ પર મહાપાલિકા હદ વિસ્તારમાં કોઇ રિસોર્ટ નથી.

 


મિલકત વેરા વસુલાતનો ટાર્ગેટ રૂા.૩૪૦ કરોડ
રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચને ચાલુ નાણાકિય વર્ષ ૨૦૨૧–૨૨ અંતર્ગત મિલકત વેરા વસુલાતની લયાંકનો ટાર્ગેટ રૂા.૩૪૦ કરોડ આપવામાં આવ્યો છે. તદઉપરાંત ખાસ કરીને ચાલુ વર્ષના વેરા ઉપરાંત જૂનો વેરો બાકી હોય તેવું બાકી લેણું વસુલવા માટે ખાસ રિકવરી સેલની રચના કરવા પણ બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

 


વ્યવસાય વેરા વસુલાતનો ટાર્ગેટ રૂા.૨૭ કરોડ
રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧–૨૨ અંતર્ગત વ્યવસાય વેરાની વસુલાતના લયાંકનો ટાર્ગેટ રૂા.૨૭ કરોડ આપવામાં આવ્યો છે તદઉપરાંત વ્યવસાય વેરો ભરવાપાત્ર હોય તેવા નવા કરદાતાઓ શોધીને તેમના રજિસ્ટ્રેશન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

 


દુકાનો–કારખાનાઓની સંખ્યા ૧ લાખથી વધુ
રાજકોટ શહેરમાં કુલ પાંચ લાખથી વધુ મિલકતો આવેલી છે અને આ મિલકતોમાં દુકાનો તેમજ કારખાનાઓની કુલ સંખ્યા એક લાખથી વધુ હોવાનો પ્રાથમિક અંદાજ છે. કારખાનાઓની અંદાજીત સંખ્યા ૨૦ હજાર આજુબાજુ છે. જયારે દુકાનો અને ઓફિસોની કુલ સંખ્યા અંદાજે ૮૦ હજારથી વધુ છે. મિલકત વેરા આકારણીની કાર્પેટ એરિયા બેઈઝ પધ્ધતિ અનુસાર કોમર્શિયલ પ્રોપર્ટીનો વેરો રેસિડેન્સિયલની સરખામણીએ બમણો હોય છે અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીનો વેરો રેસિડેન્સિયલની તુલનાએ દોઢ ગણો હોય છે.

 


વ્યાપાર–ઉધોગ જગતની હાલત દોઢ વર્ષથી કફોડી
રાજકોટ શહેરના વ્યાપાર–ઉધોગ જગતની હાલત છેલ્લા દોઢ વર્ષથી કફોડી થઈ ગઈ છે. ખાસ કરીને નાના વેપારીઓ અને નાના કારખાનેદારોની સમસ્યાઓનો પાર નથી તેમજ વેપાર–ધંધા બધં હોવાના કારણે આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. અનલોક બાદ પણ પરપ્રાંતીય મજૂરો પરત નહીં ફરતા કારખાનાઓ ચલાવવા મુશ્કેલ બન્યા છે. જયારે વેપારીઓને દિવસના કામકાજના કલાકો સુનિિત કરેલા હોય અને રાત્રે ૯ વાગ્યાથી કરફયુનો અમલ થતો હોય દુકાનદારોના વેપાર–ધંધા પણ ભાંગી પડયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application