રવિવારે પણ 97 કોરોનાગ્રસ્ત: 48 થયા ડિસ્ચાર્જ

  • April 12, 2021 11:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોજના નવા કેસની સંખ્યા 90થી ઉપર થઈ

ભાવનગર શહેરમાં 68 અને સિહોરમાં પાંચ મળી તાલુકા મથકોમાં 29 કેસ નોંધાયા

 



કોરોના મહામારીમાં ભોગ બનનાર લોકોની સંખ્યા રોજબરોજ વધી રહી છે અને કુલ કેસનો આંકડો 7800ને વટાવી ગયો છે. હવે રોજીંદા નવા કેસની સંખ્યા 90થી ઉપરની થઈ ગઈ છે. જો કે સરકારી યાદી મુજબ કોરોના ડેથ રવિવારે એકપણ રહ્યુ નથી. જિલ્લામા 97 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે 48 દર્દીઓ કોરોનામુક્ત થયા છે.

 


ભાવનગર જિલ્લામા રવિવારે 97 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 7,809 થવા પામી છે.  ભાવનગર શહેરી વિસ્તારમાં 41 પુષ અને 27 સ્ત્રી મળી કુલ 68 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા જ્યારે તાલુકાઓમાં મહુવા ખાતે 3, તળાજા તાલુકાનાં ઝાંઝમેર ગામે 1, ભાવનગર તાલુકાના ગુંદી ગામે 2, ઉમરાળા ખાતે 1, સિહોર ખાતે 5, તળાજા તાલુકાનાં પીપરલા ગામે 1, ઉમરાળા તાલુકાના ટીંબી ગામે 1, ગારીયાધાર ખાતે 2, તળાજા તાલુકાના રોયલ ગામે 1, પાલીતાણા ખાતે 1, તળાજા તાલુકાના પીંગળી ગામે 1, વલ્લભીપુર તાલુકાનાં કાળાતળાવ ગામે 2, તળાજા ખાતે 1, વલ્લભીપુર ખાતે 1, ઉમરાળા તાલુકાના ઘરવાળા ગામે 1, ઘોઘા તાલુકાના ખાટડી ગામે 1, ભાવનગર તાલુકાના વરતેજ ગામે 1, ભાવનગર તાલુકાના કમળેજ ગામે 1, ભાવનગર તાલુકાના માલણકા ગામે 1 તેમજ ભાવનગર તાલુકાના ત્રબક ગામે 1 કેસ મળી ગ્રામ્ય વિસ્તારમાં 29 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

 


ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 34 અને તાલુકાઓમાં 14 કેસ મળી કુલ 48 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જ્યારે જિલ્લામા 76 દર્દીઓનુ અવસાન થયેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS