કેપ્ટન કુલ સાથે ચેન્નાઈ સુપરની ટીમ થઈ UAE જવા રવાના, ફોટો થયા વાયરલ 

  • August 14, 2021 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈપીએલ 2021ના ​​બીજા તબક્કા માટે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આજે યુએઈ જવા રવાના થઈ છે. ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે ટ્વિટ કરીને કહ્યું, 'બધા લોકો તૈયાર રહો.' 

 

દુબઈની ફ્લાઈટ પકડવા માટે એરપોર્ટ પર વેઈટિંગ એરિયામાં બેઠેલા સુરેશ રૈના, અંબાતી રાયડુ, રોબિન ઉથપ્પા, રુતુરાજ ગાયકવાડ, દીપક ચાહર, કરણ શર્મા અને કેએમ આસિફના ફોટા પણ ચેન્નાઈ સુપર કિંગ્સે પોસ્ટ કર્યા હતા. 

 

15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોની અને રૈના હવે IPLમાં રમતા જોવા મળી રહ્યા છે. જોકે રૈના સૈયદ મુશ્તાક અલી ટી 20 મેચમાં ઉત્તર પ્રદેશ તરફથી રમતા પણ જોવા મળ્યા હતા. 

 

ચેન્નઈની ટીમ 19 સપ્ટેમ્બરે દુબઈમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. ચેન્નાઈની ટીમ અત્યારે સાત મેચમાંથી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. 

 

IPL 2020ની તમામ મેચ યુએઈમાં રમાઈ હતી. આઈપીએલ 2020માં ચેન્નઈનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. ટીમ તેની 14 માંથી માત્ર 6 મેચ જીતી શકી અને પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને રહી. 

 

ચેન્નઈ સુપર કિંગ્સે યુએઈમાં કુલ 19 મેચ રમી છે. આમાં તેણે માત્ર 10 મેચ જીતી છે, જ્યારે તેને 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS