26 સબ રજિસ્ટ્રાર કચેરીઓને મોડેલ કચેરી બનાવવા 8 કરોડની ફાળવણી

  • March 03, 2021 07:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


16 જિલ્લાઓમાં મહેસુલ વિભાગ હેઠળની કચેરીઓ તથા સ્ટાફ કવાર્ટર બાંધવા 39 કરોડ: મહેસુલ વિભાગ માટે 4548 કરોડની ફાળવણી

 


છેલ્લા બે દાયકામાં ગુજરાતના સર્વાંગી વિકાસના કારણે રાજ્યમાં આર્થિક, સામાજિક, વ્યાપારી અને ખેતીવાડી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથોસાથ આ બધી પ્રવૃત્તિઓ માટે જરી માળખું ઉભું કરવા જમીનની માગમાં પણ ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં જમીન ધારકોને ભૂ-માફિયાઓથી રક્ષણ આપવા માટે અમારી ખેડૂતલક્ષી સરકારે જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓને અટકાવવા અને તેની સાથે સંકળાયેલી બાબતો ઉપર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશથી ગુજરાત રાજ્ય જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ, 2020 અમલમાં મુકેલ છે.

 


રાજ્યના 16 જિલ્લાઓમાં મહેસુલ વિભાગ હેઠળની વિવિધ કચેરીઓ તથા સ્ટાફ કવાર્ટર્સના મકાનોના બાંધકામ માટે કુલ રૂ.39 કરોડની જોગવાઈ ખેતીની જમીનની માપણી આધુનિક પધ્ધતિથી સચોટપણે થાય તે માટે વધુ 131 નવા ડીજીપીએસ મશીનો વસાવવા રૂ.33 કરોડની જોગવાઈ રાજ્યની સબરજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોની નોંધણી માટે આવતા પક્ષકારોને મુળભૂત અને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા 26 સબ રજિસ્ટ્રાર કચેરીઓને મોડેલ કચેરી બનાવવા માટે રૂ.8 કરોડની જોગવાઈ.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application