કચ્છ જિલ્લાના વિકાસ કલ્યાણ માટે કરોડો રૂપિયાની ફાળવણી

  • March 03, 2021 05:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રીમાતાનો મઢ-કચ્છના વિકાસ માટે માસ્ટર પ્લાન: 25 કરોડનો પ્રોજેકટ: ધાંસ અને વાંસ માટે રૂ.17 કરોડ: દરિયાકાંઠાના વિસ્તારો માટે 15 કરોડની ફાળવણી

 


ગુજરાતના નાણામંત્રી નિતિનભાઇ પટેલે આજે વિધાનસભા ગ્રુહમાં રજૂ કરેલા ગુજરાતના અંદાજપત્રમાં કચ્છ જિલ્લાને ધરવી દીધું છે અને કચ્છના વિકાસ અને કલ્યાણ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. કચ્છ જિલ્લા હંમેશા ભાજપ માટે ઉપકારક રહ્યો છે માટે કચ્છ જિલ્લામાં સર્વાંગી વિકાસનો રોડમેપ બનાવવામાં આવ્યો છે.

 


જેમાં શ્રીમાતાનો મઢ-કચ્છના વિકાસનો માસ્ટર પ્લાન બનાવી આગામી વર્ષોમાં રૂ.25 કરોડના પ્રોજેકટનું આયોજન કરવામાં આવ્યું છે. ધાંસ અને વાંસના વિકાસના સૂત્ર સાથે કચ્છ ઘાસચારા સ્વાવલંબન યોજના અંતર્ગત 2,440 હેકટર ઘાસિયા મેદાનોને પુન:જીવીત કરી ઘાસ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ઘાસ ગોડાઉન બાંધકામ માટે રૂ.17 કરોની જોગવાઇ કરવામાં આવી છે.

 


રાજ્યના દરિયાકાંઠે આવેલ ચેરના જંગલોનો વિકાસ, ઘાસના મેદાનો, જળપ્લાવિત વિસ્તારો અને જંગલોની પુન:સ્થાપ્ના કરવા 21 જિલ્લાઓમાં કુલ 9 વર્ષના સમયગાળા માટે રૂ.1072 કરોડની જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (જાયકા) સહાયિત યોજનાના પ્રથમ વર્ષ માટે ા.15 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રોજગારીની તકો ઉભી કરવા અને વાંસની ઉપલબ્ધતા વધારવાના હેતુથી પૂર્વપટ્ટીના 14 જિલ્લાઓમાં વનોમાં વાંસઝૂંટની વૈજ્ઞાનિક ઢબે માવજત કરી ઉત્પાદકતા વધારવા તેમજ આજીવિકાપૂર્તિ માટે કૌશલ્ય વર્ધન કેન્દ્રોની સ્થાપ્ના માટે રૂ.12 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

 

 

નુસૂચિત જનજાતિની માટે 48 હજાર વિદ્યાર્થિનીઓને સાઈકલ અપાશે
ગાંધીનગર : અનુસૂચિત જનજાતિની ધો.9માં અભ્યાસ કરતી 48 હજાર વિદ્યાર્થિનીઓને વિદ્યાસાધના યોજના અંતર્ગત મફતમાં સાઈકલ આપવામાં આવશે અને બજેટમાં આ માટે ા.19 કરોડ ફાળવવામાં આવ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS