મોરબીમાં કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે વધુ રેપીડ કિટ ફાળવો

  • April 01, 2021 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે અને રેપીડ કીટની સંખ્યા ખુબ ઓછી હોય જેથી રેપીડ કીટની વધુ ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.


મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે કોરોના કેસો સમગ્ર દેશમાં વધી રહ્યા છે અને મોરબી જીલ્લામાં પણ કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે મોરબી જીલ્લામાં કોવીડ ટેસ્ટ કરાવવા લોકોમાં જાગૃતતા સારી છે જેથી રેપીડ ટેસ્ટ કરાવવા મોટી સંખ્યામાં લોકો ટેસ્ટીંગ સેન્ટર પર જઈ રહ્યા છે પરંતુ હાલ મોરબી જિલ્લાને જેટલી રેપીડ કીટ ફાળવવામાં આવે છે તે ઓછી છે જેથી લોકોને ટેસ્ટ કરાવ્યા વગર જ પરત જવું પડે છે જેથી મોરબી જીલ્લામાં પ્રતિદિન ૨૦૦૦ રેપીડ કીટ ફાળવણી કરાય તેવી માંગ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS