એલાયન્સ એરની ઓફર: માત્ર 999 રૂપિયામાં કરો હવાઈ મુસાફરી, આજથી બુકિંગ શરૂ

  • March 13, 2021 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો તમે હોળી-ધૂળેટી પર બહાર જવાનું વિચારી રહ્યા હોય તો તમારી પાસે સારી તક છે કારણ કે તમે સસ્તા દરે હવાઇ મુસાફરી કરી શકો છો. સરકારી એરલાઈન કંપની એર ઇન્ડિયાની ક્ષેત્રિય સહાયક એરલાઈન કંપની એલાયન્સ એર તેના મુસાફરો માટે મોટી ઓફર લઈને આવી છે. આ ઓફર અંતર્ગત મુસાફરો ફક્ત 999 રૂપિયામાં હવાઈ મુસાફરીની મજા લઇ શકે છે.  Alliance Airની આ ઓફર અંતર્ગત 60,000 સીટો બુક થઈ શકશે, જેની કિંમત 999 રૂપિયા હશે. આ ફ્લાઇટ ની ઓફર દિલ્હી અને જયપુર/પ્રયાગરાજ, હૈદરાબાદ અને બેલ્ગામ, અમદાવાદ અને કંડલા, બેંગલુરુ અને કોચી/કોઝિકોડ રૂટ માટે છે.

 

 

Alliance Air નો આ સેલ બે દિવસ માટે ખુલ્લો રહેશે. આજથી બુકિંગ શરુ થયું છે, જે 15માર્ચ સુધી ચાલશે. 13 થી 15 માર્ચ સુધીના બુકિંગ મુસાફરો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બરની વચ્ચે મુસાફરી કરી શકશે. કંપ્નીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, એલાયન્સ એર બજેટ-ફ્રેન્ડલી એર ટિકિટ પ્રદાન કરી રહી છે. આનાથી સામાન્ય લોકોને લક્ઝરી ફ્લાઇટ્સમાં મુસાફરી કરવાની તક મળશે. આ ઓફરમાં બુકિંગ પ્રથમ આવો અને પ્રથમ મેળવો ના આધારે કરવામાં આવશે.

 

 


તાજેતરમાં એલાયન્સ એર અને પ્રાઈવેટ એરલાઇન્સ વિસ્તારાએ નવી ફ્લાઇટ શરૂ કરવાની ઘોષણા કરી છે. જ્યાં એલાયન્સ એરએ દિલ્હી-દહેરાદૂન-પંતનગર ફ્લાઇટ પર ફરીથી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS