બસપોર્ટમાં વધુ 67 મુસાફરો પોઝિટિવ લોકલ બસ ટની 450 ટ્રીપ રદ કરાઈ

  • April 16, 2021 02:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલા ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના એસટી બસ પોર્ટમાં મહાનગરપાલિકાના સહયોગથી એન્ટિજન ટેસ્ટ બૂથ શરૂ કરાયું છે અને બસ પોર્ટમાં આવતાં-જતા તમામ મુસાફરોનું થર્મલગનથી ટેમ્પ્રેચર ચેક કરવામાં આવે છે. દરમિયાન જે મુસાફરોનું ટેમ્પ્રેચર વધુ આવે તેમને એન્ટિજન ટેસ્ટ બૂથ ઉપર ટેસ્ટ માટે મોકલવામાં આવે છે. આજે સવારથી બપોર સુધીમાં કુલ 200 જેટલા મુસાફરોનો એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં 67 મુસાફરો કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળે છે.

 


વિશેષમાં એસટી બસ પોર્ટના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા ત્રણ દિવસથી લગાતાર મુસાફરો પોઝિટિવ મળી રહ્યા છે. પ્રથમ દિવસે 40થી વધુ મુસાફરો, ગઈકાલે 150થી વધુ અને આજે બપોર સુધીમાં 67 મુસાફરો પોઝિટિવ મળ્યા છે.

 


રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો હોય એકંદરે ટ્રાફિકમાં અડધો અડધ ઘટાડો થઈ ગયો છે તેમ છતાં હજુ પણ અનેક નાગરિકો મુસાફરી કરી રહ્યા છે. હાલમાં અત્યંત જરી કામ ન હોય ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળવું એ જ પોતાના તેમજ પોતાના પરિવારજનોના હિતમાં છે તેમ છતાં હજુ પણ અનેક નાગરિકો આ સમજણ કેળવતા નથી અને મુસાફરી કરે છે. જ્યારે બસ પોર્ટ પર ઉતરે અને એન્ટિજન ટેસ્ટ કરાય ત્યારે પોઝિટિવ આવે છે અને પછી પસ્તાય છે.

 


રાજકોટ એસટી બસ પોર્ટ સહિત સમગ્ર ડિવિઝનની મુસાફર ભાડાની દૈનિક આવક સરેરાશ 40 લાખ હોય છે પરંતુ છેલ્લા એક પખવાડિયાથી આવકમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતાં હાલમાં દૈનિક આવક 40 લાખથી ઘટીને 20 લાખે પહોંચી ગઈ છે તેમ અધિકારી સૂત્રોમાંથી જાણવા મળે છે. ટ્રાફિક ઘટી જતાં મોટાભાગની લોકલ બસો રદ કરવામાં આવી રહી છે. આજે લોકલ બસના 90 શેડયુલ અને 450 ટ્રીપ રદ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS