BREAKING NEWS

જામનગર: બાલાચડી ખાતે ઓલ ઈન્ડિયા ઇન્ટ્રા સૈનિક સ્કૂલ્સ હોકી ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન સમારોહ

  • May 14, 2026 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામનગર: બાલાચડી ખાતે ઓલ ઈન્ડિયા ઇન્ટ્રા સૈનિક સ્કૂલ્સ હોકી ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન સમારોહ

ટુર્નામેન્ટમાં મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત ગુજરાતની સૈનિક શાળાએ સ્પર્ધામાં ભાગ લીધો : ગર્લ્સ અંડર-૧૭ કેટેગરીમાં બાલાચડી સૈનિક સ્કૂલ ચેમ્પિયન


ઓલ ઈન્ડિયા ઈન્ટ્રા સૈનિક સ્કૂલ્સ ગ્રુપ જી હોકી ટુર્નામેન્ટનો ૦૮ મે ૨૦૨૬ ના રોજ સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે એક ભવ્ય સમાપન સમારોહ ઉત્સાહભેર પૂર્ણ થયો. આ કાર્યક્રમમાં સ્કૂલ કેમ્પસના રણજી સ્પોર્ટ્સ એરેના ખાતે માર્ચ પાસ્ટ, હોલો સ્ક્વેર ફોર્મેશન અને ઈનામ વિતરણ સમારોહનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જામનગરની ૨૭ મદ્રાસ રેજિમેન્ટના કમાન્ડિંગ ઑફિસર, કર્નલ શારિક આઝાદ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સૈનિક સ્કૂલ નગરોટા, નેશનલ ડિફેન્સ એકેડેમી અને ઈન્ડિયન મિલિટ્રી એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ૦૪ મે ૨૦૨૬ ના રોજ શાળાના કાર્યકારી આચાર્ય, કમાન્ડર હરિરામ પુનિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતની છ સૈનિક શાળાઓએ ભાગ લીધો હતો.

છોકરાઓની અંડર-૧૭ કેટેગરીમાં સૈનિક સ્કૂલ બીજાપુર વિજેતા બની, સૈનિક સ્કૂલ સતારા બીજા ક્રમે અને સૈનિક સ્કૂલ ચંદ્રપુર ત્રીજા ક્રમે રહી,તેમજ છોકરીઓમાં અંડર-૧૭ કેટેગરીમાં સૈનિક સ્કૂલ બાલાચડીએ ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી, જ્યારે સૈનિક સ્કૂલ બીજાપુર અને સૈનિક સ્કૂલ સતારા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા.

તદઉપરાંત છોકરાઓમાં અંડર-૧૫ કેટેગરીમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મિલિટ્રી એકેડેમી, સિલવાસાએ પ્રથમ સ્થાન મેળવ્યું, સૈનિક સ્કૂલ બીજાપુરે બીજું અને સૈનિક સ્કૂલ ચંદ્રપુર ત્રીજા સ્થાને રહ્યું.તેમજ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે બ્રહ્માનંદ વિદ્યા મંદિર (છાપરડા) ના કેડેટ આદર્શ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

મુખ્ય મહેમાન દ્વારા વિજેતાઓને મેડલ, પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ઘઘઉઅ સિદ્ધાંત (અવલોકન કરો, દિશા આપો, નિર્ણય લો અને કાર્ય કરો) અપનાવવા અને સમય, સંસાધનો તેમજ પૈસાનું મૂલ્ય સમજવા સલાહ આપી હતી.આ કાર્યક્રમમાં કાર્યકારી આચાર્ય કમાન્ડર હરિ રામ પુનિયા, વાઈસ પ્રિન્સિપાલ સ્ક્વોડ્રન લેડર રાકેશ તિવારી, સ્ટાફ અને કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સ્કૂલ કેડેટ સ્પોર્ટ્સ કેપ્ટન આદિત્યએ આભારવિધિ કરી હતી. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application