20 માર્ચથી રાજકોટના તમામ બાગ બગીચા અને ઝુ બંધ, કોરોનાના કેસ વધતાં લેવાયો નિર્ણય

  • March 19, 2021 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રાજકોટમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં પણ અમદાવાદ, સુરતની જેમ હવે ગાર્ડન, ઝુ જેવી જાહેર જગ્યાઓ બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે શહેરના રેસકોર્સ સહિતના તમામ ગાર્ડન અને ઝુ આવતી કાલથી આગામી આદેશ સુધી બંધ રહેશે. 

 

 

આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં મહાપાલિકા તરફથી જણાવવામાં આવ્યું હતું કે, કોરોના વાઇરસ સંક્રમણ સામેના સાવચેતીના પગલાં રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા. ૨૦/૦૩/૨૦૨૧ થી શહેરના તમામ બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય (ઝુ) બંધ કરવા નિર્ણય કરવામાં આવેલ છે. આગામી સમયમાં સરકાર દ્વારા નવી સૂચના ન આવે ત્યાં સુધી બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ રાખવામાં આવશે. સાથોસાથ શહેરીજનોને પણ બાગ બગીચાઓમાં પ્રવેશ ન કરવો તેવી અપીલ કરવામાં આવી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS