CBSE અને યુનિ.ની તમામ પરીક્ષાઓ મુલતવી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારના માનવ સ્ત્રોત વિકાસ મંત્રાલય દ્વારા આજે બપોરે એવી જાહેરાત કરવામાં આવી હતી કે કોરોના વાઈરસના ફેલાવાને પગલે  અને યુનિવર્સિટીઓની તમામ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવે છે. મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ પરીક્ષાઓ મુલતવી રાખવાનો આદેશ ૩૧મી માર્ચ સુધી અમલમાં રહેશે અને ત્યારબાદ પરીક્ષાઓ નો કાર્યક્રમ નવેસરથી નક્કી કરવામાં આવશે અને ત્યાર પછી તારીખ જાહેર કરવામાં આવશે. ભારતમાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા વધી રહી છે અને લગભગ દરેક રાજ્યમાં શંકાસ્પદ દર્દીઓ વધી રહ્યા છે ત્યારે પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને એકત્ર કરવાનું કામ ખૂબ જ જોખમી બની શકે એમ છે. અગમચેતીના પગલારૂપે કેન્દ્રના મંત્રાલય દ્વારા આજે બપોરે આદેશ જારી કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application