હોસ્પિટલમાં સ્વાસ્થ્યકર્મીઓ કરાવી મહિલાની પ્રસુતિ પરંતુ બાળકને જોઈ ઉડી ગયા સૌના હોશ.... 

  • February 19, 2021 09:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારના ગોપાલગંજ જિલ્લાના હથુઆ અનુમંડળ હોસ્પિટલમાં ગુરુવારે એક એલિયન બેબીનો જન્મ થયો હતો. જો કે આ બેબી થોડા કલાકો જ જીવિત રહ્યું હતું પરંતુ તેને જોવા અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. 
 

આ અંગે મળતી જાણકારી અનુસાર ગોપાલગંજના મીરાગંજના ચક્ર ગામમાં ચુનચુન યાદવની પત્નીએ એક વિચિત્ર બાળકને જન્મ આપ્યો હતો. યાદવની પત્નીને પ્રસુતિની પીડા ઉપડતા તેને હથુઆ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં મહિલાની પ્રસુતિ કરાવવામાં આવી પરંતુ પ્રસુતિ કરાવનાર સ્વાસ્થ્યકર્મી ત્યારે હક્કાબક્કા રહી ગયા જ્યારે તેમણે બાળકને જોયું. 
 

મહિલાએ જે બાળકને જન્મ આપ્યો તેની ત્વચા એકદમ સફેદ હતી અને આંખો લાલ હતી. સાથે જ બાળકના મોઢામાં દાંત જેવું પણ દેખાતું હતું. જેના કારણે બાળક એલિયન જેવું દેખાતું હતું. આ મહિલાની આ બીજી પ્રસુતિ હતી. હોસ્પિટલમાં એલીયન બેબીનો જન્મ થયાની વાત આગની જેમ સમગ્ર પંથકમાં ફેલાઈ અને તેને જોવા લોકો એકઠા થવા લાગ્યા. 
 

જો કે આ વિચિત્ર બાળકના શ્વાસ જન્મ બાદ અઢી કલાક જ ચાલતા રહ્યા. ત્યારબાદ તેનું મોત થયું. મહત્વપૂર્ણ છે કે આ પહેલીવાર નથી કે આવા બાળકનો જન્મ થયો હોય. આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચુકી છે. તબીબી વિશ્વમાં આ એક બીમારી છે જેને જેનેટિક મ્યૂટેશન કહેવાય છે. આવા બાળકો વિચિત્ર હોય છે અને જન્મના સાત દિવસ સુધીમાં તેનું મૃત્યુ થઈ જાય છે. ડોક્ટરોનું કહેવું છે કે 10 લાખમાં એક બાળક આવું હોય છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application