1 લાખ મોતીઓથી બનેલ ડ્રેસ પહેરી આલિયા મેટ ગાલામાં છવાઈ, આઇકોનિક મેડ ઇન ઇન્ડિયા ડ્રેસ સાથેનો વિડીયો થયો વાઇરલ

  • May 02, 2023 04:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેટ ગાલા 2023માં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીની તમામ અભિનેત્રીઓએ રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. આલિયા ભટ્ટે પ્રથમ વખત મેટ ગાલામાં હાજરી આપી હતી અને તેણીએ તેના ગ્લેમરસ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આલિયાના લુકની સાથે તેના સુંદર ગાઉનની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

આલિયા ભટ્ટે મેટ ગાલામાં સફેદ ગાઉનમાં એન્ટ્રી કરી હતી. એકંદરે, તેની સુંદરતાના વખાણ કરવામાં શબ્દો ઓછા પડી જશે. સાથે જ તેનું ગાઉન પણ ખૂબ જ આકર્ષક હતું. આ મેડ ઈન ઈન્ડિયા ડ્રેસ બનાવવામાં 1 લાખથી વધુ મોતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની ઇવેન્ટના ફોટા શેર કર્યા છે, જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તેનો ડ્રેસ મેડ ઇન ઇન્ડિયા છે.


આલિયા ભટ્ટે મેટ ગાલાનો પોતાનો ફોટો શેર કર્યો છે જેમાં તેણે લખ્યું છે કે, 'આ ડ્રેસને એક લાખ મોતી લગાવીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. મારો દેખાવ તેનાથી પ્રેરિત હતો. હું કંઈક અલગ કરવા માંગતી હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application