આલ્યા ભટ્ટે રણવીર કપૂર માટે શેર કર્યો આ ખાસ મેસેજ

  • March 10, 2021 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રણબીર કપૂર કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે નીતુ સિંહે તેની પુષ્ટિ કરી હતી કે રણબીરનો કોવિડ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને હાલમાં તે ઘરે ક્વોરૅન્ટાઈન છે. તે ઘરે પોતાનું ધ્યાન રાખી રહ્યો છે. રણબીર પછી સંજય લીલા ભણસાલીનો કોવિડ રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો.આલિયા ભટ્ટ આ બંનેને વારંવાર મળતી હતી, તેથી ચાહકોને ચિંતા હતી કે આલિયા પણ તેનો શિકાર ન બને.
 

જો કે, આલિયાએ તેનું કોવિડ ટેસ્ટ કરાવ્યું હતું અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ રણબીર કોવિડ પોઝીટીવ થયા પછી તેણે ઇન્સ્ટાગ્રામ પર એક મોટિવેશનલ પોસ્ટ શેર કરી. આલિયાએ લખ્યું, આપણે જેમાંથી પસાર થઈએ છીએ તેમાંથી આપણે આગળ વધીએ છીએ.

મળતી માહિતી અનુસાર રણબીર કપૂર 'બ્રહ્માસ્ત્ર'ના સેટ પર કોરોનાની ઝપટમાં આવ્યા હતા. નીતુ સિંહે સોશ્યલ મીડિયા પર એક મેસેજ પોસ્ટ કરીને તેની પુષ્ટિ કરી છે. તેણે રણબીર કપૂરનો એક ફોટો શેર કરતાં લખ્યું કે, 'તમાર બધાની ચિંતા અને શુભકામના બદલ આભાર. રણબીરની કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. તે તેની દવાઓ લઈ રહ્યો છે અને તેની સ્થિતિ સુધરી રહી છે. તે તમામ પ્રકારની સાવચેતી લઈ રહ્યો છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS