કોરોના થયા પછી આવી થઈ ગઈ છે આલિયા ભટ્ટ, શેર કરી તસવીર
કોરોના થયા પછી આવી થઈ ગઈ છે આલિયા ભટ્ટ, શેર કરી તસવીર
April 05, 2021 04:57 PM
દેશભરમાં કોરોના તેનું ઉગ્ર સ્વરુપ દેખાડી રહ્યો છે. આ વખતે બોલિવૂડ સ્ટાર્સ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. કોરોના થયા બાદ રણબીર કપૂર તો સ્વસ્થ થયો છે પરંતુ હવે આલિયા ભટ્ટ કોરોનાગ્રસ્ત થઈ ગઈ છે. આલિયા ભટ્ટ હોમ આઈસોલેશનમાં છે.
કોરોના થયા બાદ આલિયા ભટ્ટે પહેલીવાર ઈંસ્ટા પર પોતાની તસવીર શેર કરી હતી. જેમાં તે પલંગ પર સુતી છે અને તેના ચહેરા પર થાક જોઈ શકાય છે. આલિયાએ તેની સાથે લખ્યું છે દિવસમાં એકવાર... આ પોસ્ટ પર આલિયાના ફેન્સ તે ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી રહ્યા છે.