આલિયા ભટ્ટે કર્યો ખુલાસો, કહ્યું તેના પિતા નથી ઇરછતા કે તેણી લગ્ન કરે

  • March 20, 2021 01:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા સમાચારો બનાવી રહી છે. જો કે તેના પિતા મહેશ ભટ્ટ ઇચ્છતા નથી કે તે જલ્દીથી લગ્ન કરે. મહેશ ભટ્ટ તેમની દીકરીઓ વિશે ખૂબ જ પઝેસીવ છે અને તે તેમની પુત્રીઓને તેની નજરથી દૂર થવા દેવા માંગતા નથી. મહેશ ભટ્ટ નથી ઇચ્છતા કે આલિયા હમણાં લગ્ન કરે અને તેની નજરથી દૂર જાય.

એક ઇન્ટરવ્યુ દરમિયાન આલિયાએ કહ્યું, "મારા પિતા અમારી ખૂબ સંભાળ રાખે છે. જો તેનું ચાલે તો તે ક્યારેય મારા લગ્ન ન કરવા દે." આલિયાએ કહ્યું કે તેના પિતા તેને બાથરૂમમાં બંધ કરી દેવાની ધમકી આપે છે. આલિયાએ કહ્યું, "જ્યારે લગ્નની વાત આવે છે, ત્યારે તેઓ કહે છે કે તેઓ મને બાથરૂમમાં બંધ કરી દેશે પરંતુ મને તેમની નજરથી દૂર જવા દેશે નહીં." આલિયા આગળ જણાવે છે કે, "પપ્પાએ અમને કહ્યું હતું કે અમે તેમનાથી કદી દુર જઇ શકતા નથી. તેઓ મારા લગ્ન કરવા માંગતા નથી નથી, કારણ કે તેઓને ડર છે કે હું તેમનાથી દૂર થઇ જઈશ."

હાલ જ આલિયા ભટ્ટે તેનો 28 મો જન્મદિવસ ઉજવ્યો છે. આ જન્મદિવસની પાર્ટીમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. ફિલ્મ નિર્માતા કરણ જોહર દ્વારા આલિયાના બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, અયાન મુખર્જી, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા જેવી અનેક હસ્તીઓ હાજર રહી હતી. તેનો બોયફ્રેન્ડ અને અભિનેતા રણબીર કપૂર આ પાર્ટીમાં પહોંચી શક્યો ન હતો કારણ કે તે હાલમાં કોરોના પોઝિટિવ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS