ચેતજો... રાજકોટમાં નવો સ્ટ્રેઈન પરિવારને લે છે લપેટમાં

  • March 18, 2021 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાવ, ટાઢ, શરદી જૂના થયા હવે ડાયેરીયા, પેટમાં ગરબડ, ઊલટી–ઉબકા હોય શકે છે કોરોનાના સંકેત: સોશિયલ ડિસ્ટન્સ–માસ્ક–સેનેટાઈઝર સાથે ગંભીરતા દાખવો

 


રાજકોટવાસી ચેતી જજો કારણકે કોરોના એ રૂપ બદલાવ્યું છે. નવી પેટર્ન માં એકલ દોકલ ને નહિ પણ આખા પરિવારને લપેટમાં લઈ રહ્યો છે. નવી લહેર સાથે કોરોના ના લક્ષણો માં પણ ભારે બદલાવ જોવા મળી રહ્યા હોવાનો તબીબોએ દાવો કર્યેા છે. કોરોના ની યારથી એન્ટ્રી થઇ ત્યારથી દર્દીઓમાં તાવ ,ટાઢ કે પછી શરદી હોય તો આ લક્ષણો ધરાવતી વ્યકિતઓને તુરતં જ કોરોના કેસ કરવા માટેની સલાહ આપવામાં આવતી હતી, આ લક્ષણો સાથે હવે નવા લક્ષણોમાં પેટમાં ગરબડ, ઉલટી ઉબકા, ડાયરિયા હોય તો કોરોના નો સંકેત છે.

 


રાજકોટમાં કોરોના ની એન્ટ્રી થઈ તેને એક વર્ષનો સમય ગાળો થયો ત્યારબાદ પણ આજની તારીખે હજુ ગત વર્ષની સરખામણીએ આપણે યાં હતા તે જ પરિસ્થિતિમાં છીએ. છેલ્લા પંદર દિવસથી રાજકોટમાં કોરોના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે ખાનગી હોસ્પિટલો અત્યારે કોરોના ના દર્દીઓ થી ભરચક છે. યુકે અને આફ્રિકા ના કોરોના સ્ટ્રેઇન એ દેશમાં પગપેસારો થઇ ચુકયો છે તેવી જ રીતે રાજકોટમાં પણ હવે કોરોનાની નવી પેટર્ન ના દર્દી ઓ જોવા મળ્યા છે.

 

 

વાયરલ લોડ વધ્યો, ૧૦ મિનિટ પોઝિટિવ વ્યકિત સાથે નો સંપર્ક એટલે કોરોના ને આમંત્રણ
કોરોના ના નવા પ અને સ્વપ અંગે ડોકટર મયકં ઠક્કરે જણાવ્યું હતું કે, યુકેના દર્દીઓમાં જે રીતે સ્ટ્રેઇન જોવા મળ્યો હતો તેવી રીતે રાજકોટના અમુક દર્દીઓમાં લક્ષણો જોવા મળ્યા છે. થોડા સમય કોરોના ની ગતિ માં બ્રેક લાગ્યા બાદ હવે બીજી લહેર શ થઈ હોવાની શકયતા વ્યકત કરતા ડોકટર મયકં ઠક્કરે જણાવ્યું હતું કે, તાવ શરદી ની સાથે દર્દીઓમાં હવે ડાયરિયા ,પેટમાં ગરબડ, ઝાડા અને ઉલટી ની ફરિયાદો જોવા મળી રહી છે. તેના રિપોર્ટ કરાવતા તેઓ કોરોના પોઝિટિવ થયા છે. ગત વર્ષ માં જે રીતે કોરોના આવ્યો ત્યારે પરિવારની કોઈ એક વ્યકિત પોઝિટિવ થાય તો અન્ય સભ્યોની રોગપ્રતિકારક શકિત સારી હોય તો તેવો કોરોના થી દુર રહેતા હતા. પણ હવે આ બીજી લહેર માં કોરોના ની સ્પીડ વધી હોય તેમ એક સાથે આખો પરિવાર કોરોના પોઝિટીવ થઇ રહ્યા છે. અમે તબીબી જગતમાં આ વાઇરસને ચીપકુ વાયરસ કહી એ છીએ. આ નવા લક્ષણ ધરાવતા કોરોના દર્દી સામે કોઈપણ પરિવારનો સભ્ય કે અન્ય વ્યકિત ઊભો રહેતો તે દસ મિનિટમાં સંક્રમિત થઈ જાય છે. આથી મારી રાજકોટવાસીઓને સલાહ છે કે તીવ્ર સ્ટ્રેનથ ધરાવતા કોરોના થી બચવા માટે હંમેશા માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ રાખો.

 

 

કોરોનાની તીવ્ર ગતિથી ફેફસા જલ્દીથી ડેમેજ થાય છે: ડો. જીગર પાડલિયા
ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોકટર જીગર પાડલીયાએ જણાવ્યું હતું કે, ૩ સાહથી રાજકોટ સહિત રાયભરમાં કોરોના કેસમાં જબરો ઉછાળો આવ્યો છે પરંતુ એક નોંધપાત્ર ઘટના એવી પણ ઘટી રહી છે કે જેમાં એક સાથે આખો પરિવાર કોરોનાની લપેટમાં આવી રહ્યો છે. ડોકટર જીગર પાડલીયા જણાવે છે કે, ડાયાબિટીસ અને ઉંમર ધરાવતા દર્દીઓને કોરોના તીવ્ર ગતિ સાથે શરીરમાં ફેલાઈ રહ્યો છે જેના લીધે ફેફસા જલ્દીથી ડેમેજ થઈ રહ્યા છે. તબીબોના મત મુજબ પહેલા કરતા છેલ્લા થોડા દિવસથી આવેલા કોરોના ના કેસ માં ગંભીરતા વધી છે. કિડની, હૃદયની બીમારી અને ડાયાબીટીસના દર્દીઓ જો કોરોના પોઝિટિવ થાય તો તેની સારવાર માટે થોડો પણ વિલબં થશે તો તેને ગંભીર અસર થવાની શકયતાઓ છે. હાલ ના સ્થિતિ માં આર ટી પી સી આર ના રિપોર્ટ સાથે સીટીસ્કેન ના આધારે દર્દીઓનો વાયરલ લોડ પર થી સારવાર થાય છે.

 

 

વાયરસના બંધારણમાં ફેરફાર આવતા રિપોર્ટની પેટર્નમાં આવ્યો બદલાવ
કોરોનાવાયરસ ના બંધારણ માં બદલાવ આવતા હવે તબીબોએ રિપોર્ટ ની પેટર્ન માં પણ ફેરફાર કર્યેા છે. ડોકટર રાજેશ તૈલી જણાવે છે કે, છેલ્લા બે સાહથી કોરોનાના અંદાજે ૭૦ જેટલા દર્દીઓમાંથી સાતથી આઠ દર્દીઓને કોરોના ના લક્ષણો હોવા છતાં તેનો પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ફરી બે ચાર દિવસ બાદ રિપોર્ટ કરાવતા તેઓ કોરોના પોઝિટિવ થયા હતા. આથી કોરોના ટેસ્ટ માટે હવે દર્દીઓનો સૌથી પહેલા સીબીસી અને સીઆરપી રિપોર્ટ કરવામાં આવે છે. જો સીઆરપી વધુ આવે તો જ તેમનો પી સી આર રિપોર્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત દર્દીઓના ડી ડાયમર વધુ હોય તો કોરોના માટે નો આર ટી પી સી આર કરવા માં આવે છે. અત્યારે રેપિડ એન્ટીજન ટેસ્ટની સચોટતા ૫૦ ટકા છે. ઘણા કેસમાં એવું થયું હતું કે, કોરોના ના લક્ષણો હોવા છતાં પણ તેઓ નેગેટિવ આવ્યા હતા પરંતુ ત્યારબાદ તેમના સીબીસી અને સીઆરપી ટેસ્ટ કરવામાં આવતા તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS