સાવધાન! રાજકોટમાં કોરોનાનો ત્રીજો રાઉન્ડ શરૂ: કુલ કેસ 17,000ને પાર

  • March 16, 2021 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેટર જયમીન ઠાકર અને તેમના પત્નીનો ટેસ્ટ પોઝિટિવ, હાલ તબિયત સ્વસ્થ, હોમ આઈસોલેટ



રાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાના વધુ 30 કેસ મળતા કેસની કુલ સંખ્યા 17016એ પહોંચી ગઈ છે. દરમિયાન વોર્ડ નં.2ના ભાજપ્ના કોર્પોરેટર જયમીન ઠાકર અને તેમના પત્નીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે.

 


કોર્પોરેટર જયમીન ઠાકરે ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનો તથા તેમના પત્નો ટેસ્ટ પોઝિટિવ આવતા તુરંત જ હોસ્પિટલાઈઝડ થયા હતા હાલ તબિયત સારી છે અને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે છતાં હજુ એક સપ્તાહ સુધી હોમ આઈસોલેટ રહેશે. સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી લેવા તેમણે અપીલ કરી હતી. વિશેષમાં મહાપાલિકાએ જાહેર કરેલા કોવિડ બુલેટિન મુજબ ગઈકાલે 2501 ટેસ્ટ કરતા 79 કેસ મળ્યા હતા. જયારે આજે બપોર સુધીમાં 30 પોઝિટિવ કેસ મળતા કુલ કેસ 17016 થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)