જંગવડ પાસે ટ્રકમાં ભૂકીના બાચકાની આડમાં છૂપાવેલો રૂા.૧૬.૨૬ લાખનો દારૂ ઝડપાયો

  • June 05, 2021 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ એલસીબી ટીમે ૫૪૧૨ બોટલ દારૂ તથા ટ્રક સહિત ૨૬.૩૦ના મુદ્દામાલ સાથે પોરબંદરના શખસને ઝડપી લીધો: દારૂ મગાવનાર જૂનાગઢના શખસની શોધખોળ

 

 


રાજકોટ એલ.સી.બીની ટીમે જસદણના જંગવડ ગામે પાસેથી ૧૬ લાખનો દારૂ ભરેલો ટ્રક લઈને નીકળેલા પોરબંદરના શખસને દબોચી લઇ ૫૪૧૨ બોટલ દારૂ તથા ટ્રક સહિત ૨૬.૩૦ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.પોલીસથી બચવા માટે ટ્રકમાં કાળા પથ્થરની ભૂકીના બાચકાની આડમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો.દારૂ મંગાવનાર તરીકે જૂનાગઢના શખસનું નામ ખુલતા તથા દારૂ મોકલનારનો મોબાઇલ નંબર મળતા પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે.

 


દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ રેન્જમાં દારૂની હેરાફેરી અટકવવાની એસપી બલરામ મીણાની સુચના અન્વયે એલસીબી પીઆઈ એ.આર.ગોહિલની રાહબરીમાં પી.એસ.આઈ વી.એમ.કોલાદરા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગર અને દિવ્યેશભાઈ સુવાને મળેલી બાતમી આધારે જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગવડ ગામે રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટ્રક પસાર થતા તેને અટકાવી જડતી લેતા તેમાં કાળા પથ્થરની ભૂકીના બાચકાની આડમાં છુપાવેલી .૧૬,૨૩,૬૦૦ ની કિંમતની દારૂની ૫૪૧૨ બોટલ મળી આવી હતી.

 


ટ્રકમાંથી દારૂનો જથ્થોર મળી આવતા પોલીસે ટ્રક ચાલક પોરબંદરના માધવપુરના મહમદખાન ઈબ્રાહીમખાન બેલીમ(ઉ.વ ૪૫)ને ઝડપી લીધો હતો.અને ટ્રક, દારૂ અને ફોન સહીત ૨૬,૩૦,૪૦૦ રૂપિયાનો મુદામાલ કબજે કર્યેા હતો. આરોપીની પુછતાછમાં દારૂ મંગવનાર તરીકે જુનાગઢના ટીંબાવાડીના રાજનકુમાર સવદાસભાઈ કરગતીયાનું નામ ખુલ્યું હતું.તેમજ દારૂ મોકલનારનો મોબાઇલ નંબર હાથ લાગ્યો હતો.આ મામલે આટકોટ પોલીસ મથકમાં ત્રણેય સામે પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે દારૂ મંગાવનાર જુનાગઢના શખસ તથા દારૂ મોકલનારની શોધખોળ શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS