ગાંધીધામમાંથી 20 પેટી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

  • February 14, 2020 09:58 AM 8 views

 ગાંધીધામમાં ખોડીયાર નગર ટ્રાન્સપોર્ટ નગર ની બાજુમાં પોલીસે કેબિનમાં રેડ પાડી ૮૮ હજારનો દારૂ ઝડપી પાડયો હતો પણ આરોપી પોલીસના હાથમાં આવ્યો નથી.

 

એ ડીવીઝન પોલીસે જણાવ્યું હતું કે શહેરના ખોડીયાર નગર ઝુપડા ટ્રાન્સપોર્ટ નગર ની લગોલગ ખુલ્લા પ્લોટમાં એક ભંગાર કેબિનમાં પોલીસે છાપો મારીને રૂપિયા 88800 ની કિંમતનો 20 પેટીમાં 240 બોટલ અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો પણ રેડ દરમિયાન આરોપી તૈયબ ઓસમાણ રાયમાં પોલીસના હાથમાં આવ્યો નથી ગુનો નોંધીને તપાસ શરૂ કરાઇ છે.