અખાત્રીજ પર સર્જાશે ધન યોગ, માતા લક્ષ્મી વરસાવશે આશીર્વાદ

  • May 11, 2021 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ વર્ષે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા 14 મેના રોજ આવશે. આ વખતે અખાત્રીજ પર અદ્ભુત સંયોગ સર્જાવા જઈ રહ્યો છે. આ વર્ષે અખાત્રીજ શુક્રવારે છે અને સાથે જ આ દિવસે સૂર્ય રાશિ પરિવર્તન કરી મેષથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ પરિવર્તનના કારણે સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય યોગ સર્જાઈ રહ્યો છે. જ્યારે ચંદ્ર શુક્ર સાથે વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. 

 

 

આ યોગ ધન, યશ, વૈભવ અને સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે. આ જ દિવસે સાંજે ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે જેનાથી ધન યોગ સર્જાઈ રહ્યો છે. તેને લક્ષ્મી યોગ પણ કહેવામાં આવે છે. 

 

 

અક્ષય તૃતીયા પર જે શુભ યોગ સર્જાઈ રહ્યો છે તેમાં ઘર, મકાન અને અન્ય સંપત્તિની ખરીદી કરવી શુભ ગણાય છે. આ સિવાય આ દિવસે ધનનું રોકાણ કરવું, નવા વ્યવસાયની શરુઆત કરવી અને દાન કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે આ વર્ષે અક્ષય તૃતીયાનું મહત્વ વધી જાય છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS