ખિલાડી કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બેલ બોટમ' હવે જોવા મળશે 3Dમાં, જાણો ક્યારે થશે તેનું ટ્રેલર લોન્ચ

  • August 03, 2021 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્દી સિનેમાના ખિલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારની ફિલ્મોની લોકો રાહ જોતા હોય છે. ઘણા લાંબા સમયથી રાહ જોવાથી અક્ષયની બેલ બોટમ ફિલ્મની ટ્રેલર રિલીઝ અને ફિલ્મ રિલીઝની તારીખ આવી ગઈ છે. આ ફિલ્મ પહેલા મેં મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે તેને પોસ્ટપોન્ડ કરવામાં આવી. હવે આ ફિલ્મ 19 ઓગસ્ટ 2021માં સિનેમાઘરોમાં જોવા મળશે. પરંતુ આ સાથે ખુશીના સમાચાર એ છે કે આ ફિલ્મ સિનેમામાં 3D માં જોવા મળશે. 

 

અક્ષય કુમારે આ વાતને શેર કરતો એક વિડીયો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વિડીયો શેર કરતા અક્ષયે લખ્યું હતું કે, 19 ઓગસ્ટના પુરા ફીલ સાથે થ્રિલનો અનુભવ કરજો. બેલ બોટમ 3D માં આવી રહી છે.'  દર્શકોને ફિલ્મ જોવામાં મજા આવે એટલા માટે વિઝ્યુઅલ્સ, સાઉન્ડ ઇફેક્ટ્સ અને ફિલ્મના બેકગ્રાઉન્ડ સ્કોર સુધી ડોલ્બી સાઉન્ડમાં 3D ને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

 

આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું છે. અક્ષય કુમાર પોતાની પુરી ટીમ સાથે આજે દિલ્હીમાં ટ્રેલર લોન્ચ કરશે. ટ્રેલર રિલીઝના એક દિવસ પહેલા સોશ્યિલ મીડિયા પર પોસ્ટ શેર કરતા અક્ષયે પોતાના કિરદાર વિશે લોકોને માહિતી આપી હતી. તેમને પોસ્ટર શેર કરતા લખ્યું હતું કે, 'સારી એવી યાદશક્તિ, નેશનલ લેવલ ચેસ ખેલાડી, ગીતો શીખવાડે, હિન્દી ઇંગ્લિશ અને જર્મન ભાષા બોલે છે. બાકી વધુ માહિત ટ્રેલરમાં જોવા મળશે.' આ ફિલ્મનું ટ્રેલર આજે સાંજે 5 વાગે લોન્ચ કરવામાં આવશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

 

અક્ષય કુમારે આ ફિલ્મનું શૂટિંગ માત્ર 35 દિવસમાં પૂરું કર્યું છે. ફિલ્મનું શૂટિંગ યુનાઇટેડ કિંગડમમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન રણજીત એમ તિવારીએ કર્યું છે. 1980 ના દાયકા આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમાર RAW એજન્ટની ભૂમિકા ભજવી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS