રાજકોટના જામનગર રોડ પરનો આજી–૨ ડેમ બીજી વખત છલકાયો

  • June 07, 2021 07:23 PM 

લાલપરી તળાવ ઉપર એક ઈંચ, આજી–૧ ડેમ ઉપર પોણો ઈંચ અને ન્યારી–૧ ઉપર ૭ મીમી વરસાદ નોંધાયો

 


રાજકોટ શહેર તેમજ આજુબાજુના ગામોમાં વરસાદી ઝાપટાં વરસતા રાજકોટની ભાગોળે જામનગર રોડ પર આવેલો આજી–૨ ડેમ એક મહિનામાં બીજી વખત છલકાયો છે ! આજી–૨ ડેમ અગાઉથી પૂર્ણ સપાટીએ ભરેલો હતો અને વરસાદ વરસતા લેવલ મેઈન્ટેઈન કરવા માટે એક દરવાજો ખોલવામાં આવ્યો હતો જેથી મધરાતે હેઠવાસના ગામોને સાવચેત રહેવા ચેતવણી જાહેર કરાઈ હતી. મહત્વપૂર્ણ છે કે રાજકોટની ડ્રેનેજનું પાણી આ ડેમમાં છલકાઈ છે અને તેનો ઉપયોગ સિંચાઈ હેતુ માટે કરવામાં આવે છે !
રાજકોટ મહાપાલિકાના ઈજનેરી સૂત્રોના જણાવ્યા મુજબ શહેરને પીવાનું પાણી પુરું પાડતા એક પણ જળાશયમાં નવા નીરની આવક નથી. અલબત્ત જળાશયો પર વરસાદ નોંધાયો છે.

 


યારે રાજકોટ સિંચાઈ વર્તુળના ફલડ કન્ટ્રોલરૂમના સૂત્રોના જણાવ્યા મુજબ કુલ ૮૦ જળાશયોમાંથી ફકત બેમાં નવા નીરની આવક થઈ છે જેમાં આજી–૩માં ૦.૧૦ ફટ અને ત્રિવેણી ઠાંગામાં ૧.૧૫ ફટ નવું પાણી આવ્યું છે.

 


ફલડ કન્ટ્રોલરૂમના સૂત્રોએ ઉમેર્યું હતું કે છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં (૧) આજી–૧ ડેમ ઉપર ૨૦ મીમી (૨) આજી–૨ ઉપર પાંચ મીમી (૩) ન્યારી–૧ ઉપર ૭ મીમી (૪) ફાડદગં બેટી ઉપર ૪૫ મીમી, (૫) ખોડાપીપર ઉપર ૧૦ મીમી (૬) લાલપરી ઉપર ૨૫ મીમી (૭) મચ્છુ–૧ ઉપર ૨૦ મીમી (૮) ડેમી–૧ ઉપર ૧૦ મીમી (૯) ફલઝર–૧ ઉપર ૨૫ મીમી (૧૦) મોરસલ ઉપર ૧૫ મીમી (૧૧) ત્રિવેણીઠાંગા ઉપર ૨૫ મીમી (૧૨) ધારી ડેમ ઉપર ૫૦ મીમી અને (૧૩) ડોંડી ડેમ ઉપર ૨૦ મીમી વરસાદ નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS