આજીની સપાટી 25 ફૂટ કાલથી પાંચ વોર્ડમાં પાણીકાપ

  • March 19, 2021 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના મુખ્ય જળસ્ત્રોત આજી-1 ડેમમાં મુખ્યમંત્રીએ સૌની યોજના હેઠળ મોઢે માંગ્યું નર્મદાનીર ઠાલવી કુલ 29 ફૂટની ઉંડાઈના આજી-1 ડેમની સપાટી 25 ફૂટ સુધી પહોંચાડી દીધી છે. કુલ 944 એમસીએફટીની સંગ્રહ ક્ષમતા ધરાવતા આજી ડેમમાં હાલ 640 એમસીએફટીનો જળ જથ્થો ઉપલબ્ધ છે જે કુલ સંગ્રહ ક્ષમતાના 66 ટકા છે. આમ છતાં મહાપાલિકા તંત્ર દ્વારા કાલથી બે દિવસ વિવિધ પાંચ વોર્ડમાં ભરઉનાળે પાઈપલાઈન મેન્ટેનન્સના નામે કાપ ઝીંકાયો છે.

 

 

વિશેષમાં મહાપાલિકાના ઈજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, વેસ્ટઝોન અંતર્ગત ન્યારી-1થી રૈયાધાર તરફ જતી એકસપ્રેસ લાઈનમાં રિપેરિંગ હોવાથી આવતીકાલે તા.20ને શનિવારે રેલનગર તથા બજરંગવાડી પમ્પિંગ સ્ટેશન આધારીત વોર્ડ નં.2 અને 3ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. જયારે તા.21ને શનિવારે ચંદ્રેશનગર આધારીત વોર્ડ નં.8 (પાર્ટ), વોર્ડ નં.11 (પાર્ટ) અને વોર્ડ નં.13 (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરને પીવાનું પાણી પુ પાડતા આજી-1, ન્યારી-1 અને ભાદર-1માં પુરતી માત્રામાં જળ જથ્થો ઉપલબ્ધ છે તેમ છતાં સામાન્ય રીતે શિયાળામાં થતા હોય તેવા મેન્ટેનન્સના કામો ભરઉનાળે હાથ ધરીને પાણી વિતરણ બંધ રાખવામાં આવતા શહેરીજનોમાં કચવાટની લાગણી પ્રસરી ગઈ છે છેલ્લા 30 દિવસમાં સતત ત્રીજી વખત મેન્ટેનન્સના કારણોસર પાણીકાપ લાગુ કરવામા આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS