આજી–૨ ડેમમાં નવા પાણી જોરદાર આવક:એક દરવાજો ખોલ્યો

  • July 14, 2021 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હેઠવાસના દસ ગામના લોકોને નદીના પટમાં ન જવા ચેતવણીઉપરવાસના ભારે વરસાદના કારણે માધાપર નજીક આવેલા આજી–૨ ડેમમાં નવા પાણીની જોરદાર આવક થઇ છે અને આ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.
કલેકટર કચેરીના કન્ટ્રોલ મના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ૫૫ કયુસેક નવા પાણીની આવક થઇ છે અને ૭૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ડેમની ૭૩.૭૬ મીટરની સંગ્રહશકિત છે અને હાલ તેમાં ૭૩.૨૬ મીટર પાણી છે.

 


ડેમના દરવાજા ખોલવામાં આવતા પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા ડુંગરકા ગઢકા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપુર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે ચેતવણી આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS