વિસાવદરના ઈશ્વર્યા ગીર ગામના યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી

  • April 06, 2021 08:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદર તાલુકાના ઈશ્વર્યા ગીર ગામે રહેતા ભગવાનભાઇ ભીમજીભાઇ રાદડિયાને એક પુત્ર અને એક પુત્રી છે. જેમાં પુત્ર ગૌતમભાઇ ભગવાનભાઇ રાદડિયા (ઉ.વ.૨૨)એ પોતાના ઘરે મકાનમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ભગવાનભાઇના જણાવ્યા મુજબ ગૌતમ જૂનાગઢ એકસીસ બેન્કમાં નોકરી કરે છે

અને આજે સોમવાર બપોરના આવું પગલું ભરી લીધું છે. જયારે ભગવાનભાઇ પોતાની વાડીએ સવારના ગયા હતાં અને ગૌતમ પોતાનું કામ કરી ઘરે આવી ગયો હતો, જયારે ભગવાનભાઇએ વાડીએથી આવી તેની પુત્રીને પુછતા ભાઇ શું કરે છે તો તેના દ્વારા ભાઇ આવીને સુતો છે તેવો જવાબ આપ્યો હતો અને ભગવાનભાઇ દ્વારા ગૌતમના રૂમનો દરવાજો ખોલતા તે રૂમના લાકડાના મોભિયામાં ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો.આ બનાવની જાણ વિસાવદર ૧૦૮ને થતાં પાઇલોટ ચંદ્રકાન્તભાઇ અને ઇએમટી મનિષભાઇ સ્થળ પર પહોંચી ગૌતમની લાશને વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવેલ હતાં. જયાં સ્થળ પરના ડો.ડોડીયા દ્વારા તેને મૃત જાહેર કરેલ હતો. આ બનાવમાં વધુ તપાસ વિસાવદર પોલીસ ચલાવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS