કારમાં ફ્રન્ટ સીટ પેસેન્જર માટે એરબેગ ફરજિયાત: સરકારનું નોટિફિકેશન

  • March 06, 2021 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

1લી એપ્રિલથી અમલ: કાર નિમર્તિા કંપ્ની ટોપ મોડલમાં એરબેગ લગાવીને આપશે.

કારમાં ફ્રન્ટ સીટ પેસેન્જર માટે એરબેગ ફરજીયાત કરવામાં આવ્યું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નિવેદન અનુસાર, નવા મોડલના મેન્યુફેક્ચર પર આ નિયમ 1 એપ્રિલ 2021થી લાગુ થશે. જ્યારે જૂના મોડલ પર આ નિયમ 31 ઓગસ્ટ 2021થી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, વાહન માનકો પર મુખ્ય ટેકનિકલ કમિટીએ એરબેગ લગાવવા પર મુહર લગાવી હતી.પરિવહન મંત્રાલયે કાયદા મંત્રાલય પાસે આ અંગે એક પ્રસ્તાવ મોકલ્યો હતો કે ફ્રંટ એરબેગની નોટિફિકેશનને મંજૂર કરવામાં આવે.
મોટાભાગની કાર નિમર્તિા કંપ્ની ટોપ મોડલમાં એરબેગ લગાવીને આપે છે. પરંતુ કારમાં ખાસ કરીને ડ્રાઈવર સીટ પર જ એરબેગ હોય છે પણ હવે ફ્રન્ટ સીટ પેસેન્જર માટે પણ એરબેગ ફરજિયાત કરવામાં આવી રહ્યો છે.
દુનિયામાં આ વાતને લઈને એક સહમતિ છે કે, વાહનોમાં વધારેમાં વધારે સુરક્ષાત્મક ઉપાય હોવા જોઈએ. જેથી કોઈ પણ દુર્ઘટના થવા પર જિંદગી સુરક્ષિત રહે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS